તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક ગડબડના કારણે પોપ્યુલર થયો આ ફોટો, શું તમે શોધી શક્યાં એનું કારણ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
અજબ-ગજબ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના એક કપલે રિયલ એસ્ટેટની લે-વેચની વેબસાઈટમાં પોતાના ઘરનો ફોટો અને ડિટેલ્સ નાખી. થોડાં વખત પછી પેજ વ્યૂ ધડાધડ વધવા લાગ્યાં. કપલને પણ નવાઈ લાગી કે ઘરમાં એવું ખાસ શું છે  કે લોકો એને આટલો જોવા માગે છે. પછી એમને ખ્યાલ આવ્યો કે એમણે પોસ્ટ કરેલા ફોટોમાં જે ગડબડ છે એને જોવા લોકો પેજ પર આવતાં હતા. શું તમે એ ભૂલને પકડી શક્યાં? જો ના તો આગળની સ્લાઈડમાં અમે તમને એનો જવાબ આપી જ દીધો છે. પણ ઉતાવળે જવાબ જોવાને બદલે થોડીં નજરને કસરત કરાવો...
 
 
- વિદેશોમાં સામાન સાથે જ ઘ વેચી દેવાય છે. તેથી જ કોઈએ ઘર વેચવું હોય તો બધી વસ્તુઓ ગોઠવીને ઘરના ફોટો પાડવા પડે છે.
 
- ઓસ્ટ્રેલિયાના એક કપલે પણ એ જ રીતે ઘરના ફોટો મેલબર્નની સ્થિત બેલ રિયલ એસ્ટેટની સાઈટ પર ફોટો પોસ્ટ કરી દીધો.
 
- એમણે કિચનના સિંકનો સાફ કરેલું હતું અને ફોટોમાં દેખાતી બધી વસ્તુઓ બરાબર જ હતી.
 
- થોડીવાર તો એ જાહેરાતના પેજવ્યૂ બહુ ઝડપથી વધવા લાગ્યા. કપલની નવાઈ વધવા લાગી કારણ કે એમના માટે એમનું સારું તો હતું પણ એમાં એવી કોઈ ખાસ વાત નહોતી કે લોકો જોવા માટે આટલા ઉત્સુક થાય. એમને શંકા ગઈ ફોટોમાં તો કોઈ ગડબડ નથી થઈ.
 
- એમણે એ ફોટોને ફરી ચેક કર્યો તો એમાં કોઈ અનોખુ ના લાગ્યું. ત્યારે જ એમના ફેમિલી ફ્રેન્ડ લોરેલી વશ્તીએ કહ્યું કે એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ગયો છે.
 
- લોરેલીએ જ એમને ફોટોમાં થયેલી પ્રેમાળ ભૂલ બતાવી, શું તમે જોઈ શક્યાં એને?
 
ફોટોમાં ડોકાચિયા કરે છે કોઈ

- જરા ધ્યાનથી જોશો તો કિચન પાસેથી ડોકાચિયા કરતાં બાળકનો ચહેરો દેખાશે. આ ત્રણ વર્ષનો હેનરી મેકએડમ છે, જે ઘર માલિકનો દિકરો છે.
 
- લોરેલીએ કપલે જણાવ્યું કે એને ફોટોને જોઈને હેનરીને નોટિસ કર્યો હતો. જ્યારે એણે એનો સ્ક્રીનશૉટ લઈને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો તો એ વાયરલ થઈ ગયો. લોકોને હેનરીની માસૂમિયત સ્પર્શી ગઈ.
 
- હેનરીની મમ્મી જેનીએ કહ્યું કે રિયલ એસ્ટેટ સાઈટ પર ફોટો પોસ્ટ કરતી વખતે એમને એ વાતનો આભાસ પણ નહોતો કે એમાં હેનરી પણ છે. વાત એમ હતી કે ફોટો પાડતી વખતે એમણે હેનરીને ઘરના બીજા ભાગમાં મોકલી દીધો હતો.
 
- જેનીનું કહેવું હતું કે હૈનરી આમ તો ફોટો પડાવવા તૈયાર નથી થતો પણ એને જે કામની ના પાડીએ એને એ ચોક્કસ કરે છે. એ જ કારણ છે આ ફોટો પાડતા હતાં ત્યારે છુપાઈને એમાં આવી ગયો.
 
આગળની સ્લાઈડમાં જુઓ હૈનરીના ફોટો અને ઇન્સ્ટાગ્રામના પેજ, જેને યૂઝર્સે બહું
પસંદ કર્યું....
અન્ય સમાચારો પણ છે...