તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે દુનિયાના સૌથી દુર્લભ Triplets, હવે દેખાય છે આવાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
અજબ-ગજબ ડેસ્ક: દુનિયાનું લગભગ દરેક કપલ પોતાના પહેલા બાળકને લઇને બહુ ઉત્સાહિત હોય છે. પરેતુ જરા વિચારો જો કોઈ યુવતી એક સાથે ત્રણ બાળકોને જન્મ આપે પણ એમાના બે બાળકો એકબીજા સાથે જોડાયેલા હોય તો? આવું જ બન્યું મૈકી અને મૈકેંજી અને મૈડેલિયન સાથે. આ ટ્રિપ્લેટને ડોક્ટરે રેયરેસ્ટ ગણાવ્યાં કારણ કે આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે.
 
 
 
જન્મદાતા માતાએ ત્યજી દીધા.
ત્રણમાંથી એક બાળકી તો સ્વસ્થ હતી પણ ે બાળકીઓનું શરીર એકબીજા સાથે જોડાયેવલું હતું. આમને જન્મ આપનારા મા-બાપ આમને ઉછેરી શકે તેમ નહોતા. તેથી એમણે બાળકીઓને લાવારિસ છોડી દીધી. એ પછી આ ત્રણેયની કસ્ટડી અમેરિકાના આયોવામાં રહેતા ગૈરિસન ફેમિલીને આપવામાં આવી, દેફ અને ડાર્લા ગેરિસનને ત્યાં પહેલા જ 3 દિકરાઓ હતા. તેમ છતાં એમણે આ ત્રણ દીકરીઓને ખુશીખુશી અપનાવી લીધી. આ દંપત્તિએ માત્ર બાળકીઓને અપનાવી એટલું જ નહી પણ એમને શરીરથી છુટા પાડવા માટેની સર્જરી પણ કરાવી. સપ્ટેમ્બર 2013માં 9 મહિનાની ઉંમરે આમની સર્જરી કરાવાઈ. 24 કલાક ચાલેલી આ સર્જરી પછી બંને બાળકીઓના શરીર અલગ થઈ ગયા.
 
એક પગ ગુમાવીને મળી આઝાદી
આ સર્જરી પછી બંને બહેનોના તન તો અલગ થયા પરંતુ બંનેને એક એક પગ જ રહ્યો હતો. જો કે ડૉક્ટર્સે એનો પણ ઇલાજ શોધી કાઢ્યો અમે એમને નકલી પગ લગાવી આપ્યાં. આજે બંને સ્વસ્થ જીવન જીવી રહી છે. સર્જરીના બે વર્ષ પછી ગેરિસન ફેમિલીએ આ ત્રણેક બાળકીઓને કાયદેસર રીતે દત્તક લઈ લીધી. હવે આ જેફ અને ગેરિસન પોતાના ત્રણ દિકરાઓ અને 3 દીકરીઓ સાથે આયોવાના ફાર્મ હાઉસમાં રહે છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ નસીબ સામે બાથ ભીડતી ત્રણ બહેનોના ફોટોઝ....
અન્ય સમાચારો પણ છે...