પાર્ટીમાં બૉયફ્રેન્ડ કરી ગર્લફ્રેન્ડને Kiss, છોકરીનું તરત થયું મૃત્યુ, જાણો કેમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: તમે ક્યારેય સાંભળ્યું છે કે કિસ કરવાથી કોઈનું મૃત્યુ થઈ શકે છે? ખરેખર તો આવું થતુ નથી પરંતુ આવી દુર્ઘટના કેનેડાના મોન્ટ્રીયાલમાં સામે આવી છે. ત્યાની એક છોકરીને એના બૉયફ્રેન્ડે કિસ કરી તો તરત જ છોકરી મરી ગઈ. એ છોકરીનું નામ મરિયમ હતું.
કેવી રીતે થયું મોત
20 વર્ષની મિરિયમને મગફળીની એલર્જી હતી. કિસ કરતાં પહેલા તેના બૉયફ્રેન્ડ પીટરે પીનટ(મગફળી)વાળી સેન્ડવિચ ખાધી હોવાથી મિરિયમ મૃત્યુ પામી હતી. ઘટના એવી બની હતી કે મિરિયમ ડુક્રે એક પાર્ટીમાં ગઈ હતી. આ પાર્ટી પછી તેના બૉયફ્રેન્ડ પીટરે તેને કિસ કરી હતી. આ દુર્ઘટના પછી મિરિયમની માતા મિશેલિન કુગ્રેએ લોકોને જણાવ્યું હતું કે કોઈ વસ્તુની એલર્જી વિશેની અજ્ઞાનતા આટલી ઘાતક પણ બની શકે છે. મિશેલિન કહે છે કે મારી દીકરીના જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું. એ પછી તેની ફ્રેન્ડશિપ એક છોકરા સાથે થઈ. મૈત્રી નવી હોવાથી મિરિયમ હજી પોતાની આ એલર્જી વિશે એને જણાવી નહોતી શકી.
મિરિયમ પાર્ટીમાં પોતાના આ જ ફ્રેન્ડ સાથે ગઈ હતી. જ્યાં પીટરે પીનટ સેન્ડવિચ ખાધી અને પછી મિરિયમને કિસ કરી. જેના લીધે મિરિયમની તબિયત લથડવા લાગી. તેનો શ્વાસ રુંધાવા લાગ્યો એટલે મિરિયમે એને પૂછ્યું કે શું તે પીનટ ખાધા છે. એ વખતે તેની પાસે ઈપિપેન નહોતુ, જે એનેફાઈલેક્સિસની ઇમરજન્સી ટ્રીટમેન્ટમાં કામ આવે છે. બૉયફ્રેન્ડ એને લઇને તરત હૉસ્પિટલ ગયો. તરત સારવાર શરૂ થઈ પણ સેરેબ્રલ એનોક્સિયાને લીધે એણે દમ તોડી દીધો. મિરિયમના મગજને ઑક્સિજન મળતુ બંધ થઈ ગયુ હતું. આ ઘટનાથી બૉયફ્રેન્ડને બહુ અફસોસ થયો. આ દુર્ઘટના વર્ષ 2012માં બની હતી.
આગળની સ્લાઈડમાં જુઓ તેના બીજા ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...