પોર્ટુગીઝ નાગરિકે આઈલેન્ડને બનાવ્યો નવો દેશ, જાતે બન્યો શાસક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રિન્સિપાલિટી ઓફ પોટિન્હા)
લિસ્બનઃ પોર્ટુગલના રેનેટ બેરોસે યુવાવસ્થામાં સામ્રાજ્ય સ્થાપિત કરવા અને રાજાની માફક રહેવાનું સપનું જોયુ હતુ. હવે તે એક દ્વિપ પર સ્થાપિત સામ્રાજ્ય ‘પ્રિન્સિપાલિટી ઓફ પોટિન્હા’ના પ્રિન્સ છે. તેણે કેટલાક વર્ષો પહેલા પોર્ટુગલમાં જ મડેરિયાની પાસે એક દ્વિપ ખરીદ્યો હતો. હવે અહીં તેમણે શાહી વાતાવરણ તૈયાર કર્યુ છે. બેરોસની સાથે ત્યાં પત્ની અને બે બાળકો રહે છે.
બેરોસે પોર્ટુગીઝ પાસપોર્ટ હોવા છતાં પોતાના શાહી સામ્રાજ્ય માટે અલગથી પાસપોર્ટ બનાવવાનો શરૂ કર્યો છે, જેમાં પહેલો પાસપોર્ટ એનો પોતાનો જ છે. તે કહે છે, હવે મારે રાષ્ટ્રીય ગીત અને ધ્વજ વિશે નિર્ણય કરવાનો છે. હું ઈચ્છુ છુ કે રાષ્ટ્રીય ગીત સ્થાયી ન હોય તેમાં સમયે-સમયે બદલાવ આવતા રહે. આ પ્રકારે જ રાષ્ટ્રીય ધ્વજ જો આજ બ્લુ છે, તો કાલ લાલ પણ હોઈ શકે છે.
તેમણે પોટિન્હાનો મતલબ સમજાવ્યો કે દુનિયામાં તમામ બદલાવોની શરૂઆત નાનકડી જ હોય છે. આ પ્રકારે મારા દેશમાં આ નાનકડો પોઈન્ટ માત્ર છે. તે કહે છે, જો બ્રાઝીલ સરકાર મંજુરી આપે તો આ નાનકડા પોઈન્ટને યુરોપનું પ્રવેશદ્વાર કહી શકાશે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ રેનેટ બેરોસની તસવીર અને સાથે પ્રિન્સિપલિટી ઓફ પોટિન્હાની કેટલીક તસવીરો..
સોર્સ- fortesaojose.org