તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • So Personal Trainer Adonis Hill Put On 70 Pounds To Help His Client ... Trainer Gains 30 Kg To Motivate Girl Client

ક્લાઈન્ટ માટે ટ્રેનર વધાર્યું 30 કિલો વજન, રોજે ખાતો 8 હજાર કેલેરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક: બ્રુકલિનના એક જીમ ટ્રેનરે એવું કંઇક કરીને બતાવ્યું જે ભાગ્યે જ કોઈ ટ્રેનર કરી શકે. તેણે પોતાનું વજન માત્ર એટલા માટે વધાર્યું કે તેની મહિલા ક્લાઈન્ટે એકલીએ વજન ના ઉતારવુ પડે. તેમજ વજન ઉતારતી વખતે તેના પર માનસિક પ્રેશર ના આવે. એડનિસ હિલ નામના આ ટ્રેનરે 3 મહિનામાં 30 કિલો જેટલું વજન વધાર્યું
ડિપ્રેશનમાં આવેલી મહિલા માટે વધાર્યું વજન
વાત એમ છે કે તેમની ક્લાઈન્ટ એલિસા બાળપણથી જ સ્થૂળતાનો શિકાર હતી, જેના લીધે 20 વર્ષની ઉંમરે જ તે ડિપ્રેશનમાં આવી ગઈ. પોતાનું વજન ઘટાડવા માટે તેણે ટ્રેનર રાખવાનું વિચાર્યું તો પહેલાં ટ્રેનર એડિસને પોતાનું જ વજન વધારી લીધું, જેથી બંને સાથે વજન ઘટાડી શકે. તેણે એક દિવસમાં 8 હજાર કેલરીના પ્રમાણમાં ખાવાનું શરૂ કર્યું. જેમાં તે રોજે ચોકલેટ્સ, પિત્ઝા, હૉટ ડોગ્સ વગેરે ખાતો હતો. એ પછી બંનેએ સાથે વર્કઆઉટ શરૂ કર્યું અને અત્યારસુધીમાં 25 કિલો વજન ઘટાડી લીધું છે.
માને છે પોઝિટિવ પ્રયાસ
એડનિસનું માનવું છે કે સ્થૂળતાથી પીડાતા લોકોમાં આત્મવિશ્વાસ જન્મે તે માટેનો આ સારો રસ્તો છે. હું જાણતો હતો કે હું મારા શરીરને દાવ પર લગાવી રહ્યો છે. પરંતુ જ્યારે તમે કોઈના માટે સારું કરતા હોવ ત્યારે આવી નેગેટિવ બાબતો વિશે ના વિચારવું જોઈએ.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય ફોટોઝ...