તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહીં વેચાય છે પરણિત મહિલાઓના શવ- કબરમાંથી કાઢીને થાયછે વેચાણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક : ચીનના તિનઝિંગ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક પોલીસના જણાવ્યાનુસાર અહીં કબરમાં દફનાવેલી પરણિત યુવતીઓના શવોની ચોરી થઈ રહી છે. એવો આરોપ છે કે કુંવારા છોકરાઓનું અપશુકન દૂર થાય તે માટે આ શવોનો ઉપયોગ કરવામાં આવે છે.
થાય છે શવની ખરીદી અને વેચાણ
આ વર્ષે અત્યારસુધીમાં 36 જેટલી ચોરીના કિસ્સા સામે આવ્યાં છે. મહિલાઓના શવને કબરમાંથી કાઢીને વેચવામાં આવે છે. આ માટે લોકો હજારો રૂપિયા ચૂકવે છે. અહીં એવું માનવામાં આવે છે કે જો કોઇ છોકરો કુંવારો મરી જાય તો એ અપશુકન છે. તેથી આ અપશુકનથી બચવા માટે મૃતકના પરિવાર શવોની શોધ કરે છે. એ પછી બંનેના મૃતદેહોને ફરીથી દફનાવી દેવામાં આવે છે.