તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારી આંખો પણ ફાટી પડશે આ જાપાની રેસ્ટોરાંનાં દ્રશ્યો જોઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડનની 'કેટ કૈફે'ને લોકો ખૂબ જ પંસદ કરે છે. આ જ થીમ પર હવે જાપાનમાં 'આઉલ કૈફે' ખોલવામાં આવી છે. અહીં દરેક જગ્યાએ ઉલ્લૂ દેખાય છે. લોકો અહીં ભોજન ખાવા ઉપરાંત આ પક્ષીઓની સાથે સમય પણ પસાર કરે છે. મેન્યૂ બેકગ્રાઉન્ડથી લઈને ઇન્ટીરિયર સુધી દરેક જગ્યાએ ઉલ્લૂ એટલે કે ઘૂવડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ થીમ લોકોને ખૂબ જ ગમી રહી છે.

રેસ્ટોરાંમાં પક્ષીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઉલ્લૂ ભીડભાડથી ડરી ન જાય એટલા માટે રેસ્ટોરાંમાં એક સાથે થોડા જ લોકોને પ્રવેશ આપવામાં આવે છે. તેમ છતાં લોકો અહીં પોતાનો વારો આવવા માટે લાઇનો લગાવીને ઊભેલા જોવા મળે છે આ ખૂબ જ આશ્ચર્યની વાત છે.

વળી અહીં કેટલાક નિયમો પણ છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. જેમ કે કેમેરાનો ઉપયોગ ન કરવો, પક્ષિઓને હેરાન ન કરવા. ઘૂવડ વધુ સારું અનુભવી શકે એટલા માટે તેમને દરરોજ અડધા કલાક સુધી ઊડવા દેવામાં આવે છે. તેના માટે અહીં એખ ખાસ ઇન્સ્ટ્રક્ટર પણ હાજર રહે છે. ભારતમાં ભલે લોકો આ પક્ષીને પાળતા નથી, પણ વિદેશોમાં, તેમાં પણ ખાસ કરીને જાપાનમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

જાપાનની આ આઉલ કેફેમાં ઘૂવડ સાથે કેવી રીતે માણસો સમય પસાર કરે છે, તેનાં મજેદાર દ્રશ્યો જોવા માટે ક્લિક કરી શકો છો આગળની સ્લાઇડ..