રિયલ લાઈફમાં આટલા ગ્લેમરસ છે અમેરિકન સૈનિક, ફોટોગ્રાફરે લીધી તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(યુનાઈટેડ સ્ટેટ્સ નેવીની મહિલા ઓફિસર એડ્રિને કૈમિલે)
વોશિંગ્ટનઃ અમેરિકન સૈન્ય દુનિયાભરમાં પોતાના સાહસ અને હોંસલાના કારણે જાણીતી છે. લોકો તેને હીરોથી કમ નથી માનતા. પરંતુ આ સૈનિકો પણ સામાન્ય લોકો જેવા જ હોય છે અને પોતાનું જીવન સિમ્પલી વિતાવવા ઈચ્છતા હોય છે. હવે આ તસવીરોને જ જોઈ લો. આ તસવીરોમાં યુએસ આર્મીના જવાનોને સૈન્ય અને રિયલ લાઈફના કેનવાસમાં બતાવાયા છે. અમેરિકન પ્રાંત એરિઝોનાના રહેવાસી ફોટોગ્રાફર ડેવિન મિશેલે આ તસવીરો લીધી છે.
તેમાં તેમણે યુએસ આર્મીના જવાનોને મિરર સામે ઉભા રાખ્યા છે અને ફોટોશોપ મારફતે તેમની રિયલ લાઈફ અને સૈન્ય લાઈફ દર્શાવી છે. આ તસવીરોમાં કોઈ સૈનિક પોતાની વિચિત્ર હેરસ્ટાઈલ સાથે દેખાય છે તો કોઈ મહિલા સૈન્ય ડ્રેસ ઉપરાંત ફેશનેબલ કપડામાં જોવા મળે છે. તો કોઈ યુવાન સૈનિક મહિલાના ડ્રેસમાં પણ જોવા મળે છે. હવે આ તસવીરને જ જોઈ લો. આ તસવીર યુનાઈટેડ સ્ટેટ્સની મહિલા ઓફિસર એડ્રિને કૈમિલેની છે. આયનાની બહાર તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે, તો મિરરની અંદર સૈન્ય ડ્રેસમાં.
ફોટોગ્રાફર ડેવિન મિશેલ કહે છે કે હું હંમેશા એ જાણવા ઈચ્છતો હતો કે આ સૈનિકો કેવી રીતે ડબલ જીવન જીવી શકે. જે અંતર્ગત મે આ તસવીરોને લીધી છે. જેનું નામ ‘ધ સોલ્જર આર્ટ પ્રોજેક્ટ’ રાખ્યુ છે. ડેવિન કહે છે કે મને આ તસવીરો લેવામાં યુએસ આર્મીના જવાનોએ ભરપૂર સાથ આપ્યો, જેન કારણે આ પ્રોજેક્ટ પુરો થઈ શક્યો.
આગળની સ્લાઈડ્સાં જૂઓ ડેવિન દ્વારા લેવાયેલી અમેરિકન સૈનિકોની કેટલીક અન્ય તસવીરો...