તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલમાં કંટાળી જતો આ વોર્ડબૉય, નિજાનંદ માટે લીધો 106 લોકોનો જીવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ ડોક્ટર્સ અને નર્સનું કે વોર્ડબૉયનું કામ લોકોનો જીવ બચાવવાનું છે. પણ જો તે જ અન્યનો જીવ લેવાનો શોખ રાખે તો માણસો ઇલાજ કરાવવા કોની પાસે જાય? આવો જ એક કિસ્સો જર્મનીમાં જોવા મળ્યો હતો. તેમાં એક વોર્ડબૉયએ 100થી વધારે લોકોનો જીવ લીધો હતો. બોર થઇ જતો માટે કરતો આ કામ...
 
જર્મનીમાં રહેનારા વોર્ડબૉય નિએલ્સ હોગેલ પર આરોપ છે કે તેણે 106 લોકોના જીવ લીધા છે. જ્યારે પોલસે તેને પૂછપરછ કરી તો તેણે જવાબ આપ્યો કે 50 લોકોને માર્યા બાદ તેણે ગણતરી કરવાનું બંધ કરી દીધું હતું. આ ખૂની વોર્ડબૉયએ પહેલાં પણ 2 પેશન્ટની હત્યા માટે ઉમરકેદની સજા થઇ ચૂકી છે. હાલમાં જે ખુલાસો થયો છે તેમાં આ વોર્ડબૉયએ 100થી પણ વધારે પેશન્ટના જીવ લીધા છે. આરોપ છે કે નિએલ્સ લીથલ ડ્રગનો ઓવરડોઝ આપીને પેશન્ટને કાયમ માટે સૂવડાવી દેતો હતો. હવે તમે જ વિચારો કે આવું કરવા પાછળ કોઇ તો કારણ હશે? હા છે. જ્યારે તે હોસ્પિટલમાં કામ કરતાં કંટાળી જતો ત્યારે તે કંટાળો દૂર કરવા કોઇનો જીવ લેતો. તે લોકોને તડપાવીને મારતો. આવું તેણે પોતે પોલિસના બયાનમાં જણાવ્યું છે. નિએલ્સ પોતાની કરિયરમાં બે હોસ્પિટલમાં કામ કરી ચૂક્યો છે. જ્યાં એકમાં તેણે 38 લોકોના જીવ લીધા અને અન્યમાં લગભગ 62 લોકોને જીવનથી દૂર કરી દીધા હતા.
 

માનસિક રોગી પણ હતો વોર્ડબૉય
બિમારની સારવાર કરવાની જવાબદારી ડોક્ટર, નર્સ કે વોર્ડબૉય પર હોય છે. પણ જો તે પોતે જ બિમાર હોય તો. નિએલ્સના રિપોર્ટમાં આ વાત જાણવા મળી છે કે તે ડિપ્રેશન અને એન્ઝાઇટીનો શિકાર હતો. ઘણીવાર તો તે હોસ્પિટલમાં ડ્રગ્સ લઇને કામ કરતો. સારું થયું કે લોકોની સામે આ વાત આવી. નહીં તો અન્ય અનેક દર્દીઓના જીવ આ વોર્ડબૉય લઇ લેતો અને તે પણ નિજાનંદ માટે. 
 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ અન્ય ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...