તસવીરો જોઈને કહેશો, આને કહેવાય જબરદસ્ત ફોટોગ્રાફી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ જિયોગ્રાફિક ફોટો કૉમ્પિટિશન-2012માં પસંદ થયેલી શાનદાર તસવીરો

ફરી એકવાર, નેશનલ જિયોગ્રાફિકે તેની વાર્ષિક ફોટોગ્રાફી સ્પર્ધા આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ફોટોગ્રાફ્સ સબમિશન માટેની છેલ્લી તારીખ, 30 નવેમ્બર રાખવામાં આવી છે અને તેની શરૂઆત 1લી સપ્ટેમ્બર, 2012થી કરવામાં આવી હતી. આ સ્પર્ધાનો ઉદ્દેશ ફોટોગ્રાફર્સ અને તેમની ફોટોગ્રાફીને પ્રોત્સાહન પૂરુ પાડવાનો છે.

લોકો આ તસવીરો ઉપર ચર્ચા કરે છે અને આ તસવીરોથી દર્શકોને પણ પ્રોત્સાહન મળે છે અને તેઓ આ તસવીરોને વોટ કરે છે. ફોટોગ્રાફર્સનાં કેપ્શન સહિત પ્રસ્તુત કરવામાં આવેલી આ 25 તસવીરો, ત્રણ જુદ-જુદી કેટગરી, 'લોકો', 'સ્થળ' અને 'પ્રકૃતિ'(પર્યાવરણ) હેઠળ કેમેરામાં કેપ્ચર કરવામાં આવી છે. (તસવીરોઃ નેશનલ જિયોગ્રાફિક ફોટો સ્પર્ધા)