ભાગે ઈ ભાયડા! આ સ્પાઈડર ડોગને જોઈ લોકોએ આમ જ કર્યુ, જુઓ Video

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રેંક માટે તૈયાર કરાયેલો સ્પાઈડર ડોગ)

11 કરોડ 8 લાખ 58 હજાર 564 લોકોએ જોયો છે આ વીડિયો

ન્યૂયોર્કઃ શું તમે ક્યારેય કોઈ સ્પાઈડર ડોગ જોયો છે? કે પછી તેના વિશે સાંભળ્યુ છે? જો નથી સાંભળ્યુ તો જરા વિચારો કે જો ખરેખર આવો કુતરો અંધારામાં તમારી સામે આવીને ઉભો રહી જાય તો તમારુ શું થશે? કદાચ તમે પણ ડરી જશો અને ભાગવામાં જ ભલાઈ સમજશો. એવામાં એક સ્પાઈડર કુતરાનો વીડિયો હાલન દિવસોમાં ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. જેને જોઈને લોકો ભાગતા જોવા મળે છે.
આ વીડિયોને એસએ વોર્ડેગાએ અપલોડ કર્યો છે, જેને 11 કરોડથી વધુ લોકોએ જોયો છે. Mutant Giant Spider Dogના નામથી યુ ટ્યુબ પર તેને સર્ચ કરી શકાય છે. તેમાં લોકોને ડરાવવા માટે એક કુતરાને સ્પાઈડરનો લુક આપવામાં આવ્યો છે. ક્યારેક તે કુતરો પાર્કમાં તો ક્યારેક લિફ્ટમાં જોવા મળે છે. અચાનકથી સામે આવવાના કારણે લોકો તેનો જોઈને ભાગવા માંડે છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ આ સ્પાઈડર કુતરાની તસવીરો અને તેનો વિડીયો...