• Gujarati News
  • Most Funniest And Creative Photographs Of Social Site's

ભારે કરી ભઈ સા'બઃ અજી સમજને વાલે સમજ ગયે, જો ના સમજે વો..?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'કદમ-કદમ બઢાયે જા ખુશી કે ગીત ગાયે જા,. યહ જીંદગી હૈ કૌમ કી, તુ કૌમ પર લુટાયે જા', હા હા હા.. જી હા આઝાદ હીંદ ફોજનું કુચ ગીત અહીં બંધ બેસે છે, પણ અહીં કુચ કોઈ યુદ્ધ જીતવા નહીં પણ મિત્રોનું દિલ જીતવા માટે ચાલી રહી છે. ભાઈ, મિત્રો વચ્ચે ફેમસ થઈ જવું કોને ન ગમે?

જે મિત્ર હસાવે, મોજ-મસ્તી કરાવે અને હમેશા તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, તે મિત્ર તમને પણ ચોક્કસ ગમે, ખરું ને? અહીં કેટલાક મિત્રોએ આવુ જ કઈંક કર્યું છે, પણ થોડા જૂદાં અંદાજમાં. તેમણે પોતાની ક્રિએટિવિટી અને દિમાગ દોડાવીને કેટલીક એવી તસવીરો દ્વારા રમૂજ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે, જેને જોઈને કોઈ પણ વ્યક્તિના ચહેરા પર એક સ્માઇલ તો આવી જ જાય.

મિત્રોની આ ક્રિએટિવીટી સોશિયલ વેબસાઇટ્સમાં સૌથી વધારે જોવા મળે છે, તેમાં પણ ખાસ કરીને ફેસબુક, ટ્વિટર અને ગુગલ પ્લસ જેવી લોકપ્રિય સોશિયલ વેબસાઇટ્સ ઉપર વધારે. તો આવો જોઈએ વધુ એક શ્રેણી તેમના આ રમૂજી અંદાજની, અને આજના વર્કિંગ ડેમાં થોડું હસી લઈએ..