દુનિયાનો સૌથી ખતરનાક બીચ, જ્યાં ચાલે છે ઝેરી કોબરાનું રાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કેપટાઉન સીટી નજીક હાઉટ બે બીચ પર કોબરા)
કેપટાઉનઃ દુનિયામાં અનેક અજીબોગરીબ બીચીઝ (સમુદ્રી કિનારા) છે, જે પોતાની સંરચનાના કારણે ટુરિસ્ટનું ધ્યાન ખેંચે છે. તો કેટલાક એવા બીચ છે જ્યાં જવાના નામ માત્રથી લોકો ભયભીત થઈ જાય છે. આવો જ એક બીચ સાઉથ આફ્રિકામાં છે, જેના કિનારે ઝેરી કોબરાઓનો વસવાટ છે. આ કારણે જ મોટાભાગના ટુરિસ્ટ આ બીચની નજીક પણ જવાનું પસંદ નથી કરતા.
કેપટાઉન સિટી નજીક આવેલા આ બીચનું નામ હાઉટ બે છે. કહેવાય છે કે આ બીચ પર કોબરા ફરતા રહે છે, જે ક્યારેક પાણીની અંદર તો ક્યારેક કિનારા પર જોવા મળે છે. સાથે જ આ બીચની આસપાસ ખતરનાક શાર્ક માછલીઓ પણ વસે છે.
ઉલ્લેખનીય છે કે એક સાપ નિષ્ણાતે આ કોબરાને અહીંથી ભગાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેને સફળતા મળી ન હતી. તેમણે જણાવ્યુ કે આ કોબરા 2 મીટર લાંબા છે અને જો તે કોઈને કરેડી લે તો તેનું મોત પણ નીપજી શકે છે. તેમણે એમ પણ જણાવ્યુ કે તેને છંછેડવાથી તે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
હાઉટ બેના નિવાસી જેફરી રિંક્સે કોબરાની તસવીરને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પણ પોસ્ટ કરી છે. તેમણે આને દુનિયાનો સૌથી ખતરનાક બીચ ગણાવ્યો છે. તેની આ પોસ્ટ બાદ અનેક લોકોએ હાઉટ બે બીચ પર રજા ગાળવાના પોતાના પ્લાનમાં ચેન્જ કરી દિધા છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ આ બીચની અન્ય તસવીરો...