• Gujarati News
  • Mars Orbiter Mission Of India Successfully Lifts Off

એક ક્લિકમાં જાણો, મંગળયાન અભિયાનના કોણ છે 10 સુપરહીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળવારે બહોરે 2 વાગેને 38 મિનિટે ભારતે મંગળ ગ્રહ માટે પોતાનું અંતરિક્ષ યાન લૉન્ચ કરી દીધું છે. ઈસરોનાં આ મિશનનું અધિકૃત નામ 'માર્સ આર્બિટર મિશન'છે જેને મંગળયાન પણ કહેવામાં આવે છે.

ભારતનું મંગળ મિશન સફળ રહ્યું તો દુનિયાનાં મોટા-મોટા દેશોમાં ચાલી રહેલી 'સ્પેસ વાર'માં ભારત ખાસ્સું આગળ નીકળી જશે. જાણકારો માને છે કે મંગળ મિશનની સફળતા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ને એક જ ઝાટકે કેટલાય સ્ટેપ ઉપર લઈ જશે.

મંગળયાનનાં હવામાં ઊડતાની સાથે જ ઈસરોનાં વિજ્ઞાનીઓએ એક નવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. લગભગ એક હજાર વિજ્ઞાનીઓએની ટીમે PSLV-C25 રોકેટ લૉન્ચીંગની દરેક ઝીણવટ પર નજર રાખી છે. ભારતની અંતરિક્ષ યાત્રામાં મીલનો પથ્થર સાબિત થનારા આ મંગળ મિશનને પૂરું કરવામાં ઈસરોનાં મહાન વિજ્ઞાનીઓની રાત-દિવસની અથાગ મહેનત લાગેલી છે.

ઈસરોનું આ મંગળ અભિયાન ખૂબ જ પ્રતિભાશાળી વિજ્ઞાનીઓની ટીમનાં કારણે જ અહીં સુધી પહોંચી શક્યું છે. આગળની સ્લાઇડમાં આપણે જાણીશું કે કયા-કયા વિજ્ઞાનીઓનાં જોરે શરૂ થઈ શક્યું આ મંગળ અભિયાન..