અહીં કબરમાંથી લાશોને બહાર કાઢી નવડાવે છે પછી કરાય છે આ કામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબઃઈન્ડોનેશિયાના દક્ષિણ સુલાવેસીમાં એક અજીબોગરીબ પરંપરા નિભાવવામાં આવે છે. અહીં તોરાજા ગામના લોકો તેમના સ્વજનના મોત બાદ તેની ડેડબોડીને જીવતા માણસની જેમ સાચવે છે. તે ડેડબોડીને દફનાવતા નથી. પરંતુ કોઈ ગુફા કે પહાડીઓમાં સાચવી રાખે છે. દર વર્ષે તહેવારો પર તેને બહાર કાઢે છે. તેને નવડાવે છે અને સાફ-સુથરા કરીને નવા કપડા પણ પહેરાવે છે. ગામમાં તેનું જુલુસ કાઢવામાં આવે છે. આ પરંપરાને માઈનેને કહેવામાં આવે છે, કેટલાંક લોકો તેને મૃતદેહોનો સફાઈ કાર્યક્રમ પણ કહે છે.