તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલમાં 8 વર્ષ બંધ હતો આ કેદી, બહાર નીકળીને ક્લિક કર્યાં આવા PHOTOS

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: માણસમાં કઇને કઇ શીખવાનું જનુન હોય તો જ એ કંઇક નવું શીખી શકે છે. અમેરિકન ફોટોગ્રાફર ડોનાટો ડી કેમિલોને તમે ન્યુયોર્કના રસ્તાઓ પર ફોટોઝ પાડતા જોઈ શકો છો. જો કે આ માટે એણે કોઈ ફોટોગ્રાફી સ્કૂલમાંથી ટ્રેનિંગ નથી લીધી, આજે અમે તમને જણાવીશું કે જેલમાં પૂરાયેલો કેદી કેવી રીતે બની ગયો ફોટોગ્રાફર.
5 વર્ષ રહ્યો અમેરિકન જેલમાં
ડોનાટો ડી કેમિલોને 12 વર્ષની ઉંમરે પહેલીવાર એરેસ્ટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2006માં કોલંબોના ક્રાઈમ ગ્રૂપ સાથે કનેક્શન હોવાના લીધે એને જેલમાં ધકેલી દેવાયો હતો. કારાવાસ દરમિયાન તેને 37 મીટર રેડિયસમાંથી બહાર જવાની પરમિશન નહોતી. આવામાં એ નક્કી કરેલા વિસ્તારમાં રહીને ત્યાં પડેલી વસ્તુઓના ફોટા પાડતો. ડોનાટોએ જેલમાં યુ ટ્યુબ પર વીડિયો જોઈને ફોટોગ્રાફીની બારીકાઈ શીખી લીધી.
હવે રસ્તા પર ફરીને કરે છે ફોટોગ્રાફી
ડોનાટો 2011માં જેલમાંથી મુક્ત થઈ ગયો. બહાર આવ્યાં પછી એણે ફોટોગ્રાફી સાથે જોડાયેલા પુસ્તકો વાંચ્યા. વર્ષ 2014માં ડોનાટોએ સીરિયસ ફોટોગ્રાફી કરવાની શરૂઆત કરી. અમેરિકાના રસ્તાઓ પર ફરતી ડોનાટો ફોટોગ્રાફી કરતા દેખાઇ જાય છે. એ દિવસથી લઇને અત્યાર સુધીમાં તેણે અનેક ફોટો ક્લિક કર્યાં છે.
ફોટોઝમાં દેખાય છે અલગ દુનિયા
ડોનાટોએ પાડેલા ફોટો જોઈને કોઈપણ એના ફોટોગ્રાફરનું નામ જણાવી દેશે કારણ કે તેના ફોટામાં હ્યુમન બિહેવિયર અને સાઈકોલોજીની પકડ સાફ દેખાય છે. તેણે પાડેલા ફોટો લોકોની ભીતરના દર્દને સ્પષ્ટ બતાવે છે. તેના દરેક ફોટોમાં એક વાર્તા છે.
આગળની સ્લાઈડમાં જાણો ફોટોગ્રાફરે ક્લિક કરેલા બીજા ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...