• Gujarati News
  • Male Lion Zawadi Mungu Plays With His Cubs In The Oregon Zoo Serengeti Habitat In Portland

માસૂમિયત સામે 'મીંદડી મિયાઉં' થઈ ગઈ, હાડ બેસાડી દેતી ત્રાડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોર્ટલેન્ડ, અમેરિકા. અમેરિકાનાં ઑરેગન રાજ્યની પૉર્ટલેન્ડ સિટીનાં એક પ્રાણીસંગ્રહાલયમાં વિચિત્ર નજારો જોવા મળ્યો. ભલે આ જંગલનો રાજા ખૂબ જ ગુસ્સાભર્યો હોય તેમ કહેવામાં આવે, તેણે પણ તેનાં બચ્ચાઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા આવડે છે.

ગત સપ્તાહે જ્યારે આ સિંહ પહેલી વખત તેના ત્રણ બાળ સિંહ સાથે મળ્યો, તો તેને ખૂબ લાડ-પ્રેમ કરતો જોવા મળ્યો. સિંહ બાળને મળ્યો ત્યારે આ નર સાવજ જાવડી મુનગુ, તેની સાથે મસ્તીએ પણ ચઢ્યો. જ્યારે બચ્ચાઓઓનાં સિંહ મુનગુ પાસે પહોંચાડવામાં આવ્યા, તે સમયે તેમની માતા, સિંહણ જૈલિકા અને એક અન્ય સિંહણને પણ ત્યાંથી દૂર રાખવામાં આવી હતી.

આ દ્રશ્યો ઑરેગોન સ્ટેટ પ્રાણીસંગ્રહાલયમાં કેમેરાથી કેપ્ચર કરવામાં આવ્યા છે. પોર્ટલેન્ડનાં સેરનેગેટી હૈબિટેટનાં પ્રાણીસંગ્રહાલયનાં મેનેજમેન્ટે 27મી ફેબ્રૂઆરીની આ તસવીરોને 7મી માર્ચનાં રોજ પબ્લિસ્ડ કરી છે.

જંગલનાં રાજા અને ખુંખાર પ્રાણી તરીકે ઓળખાતા આ સાવજે તેનાં બચ્ચાઓ પ્રત્યે દાખવેલો પ્રેમ આગળ આપેલી વધું તસવીરોમાં જોઈ શકો છો..