અજબ ગજબ ડેસ્કઃ પાલતૂ જાનવરો દ્વારા ઘરમાં કરવામાં આવતી પૉર્ટી સાફ કરવાનું કોઇને પસંદ હોતું નથી. પણ હાલમાં જ એક અનોખી શોધ થઇ છે જે તમારી આ મુશ્કેલીને સરળતાથી સોલ્વ કરી શકે છે. બ્રિટનની એક કંપનીએ એક એવું ડિવાઇસ તૈયાર કર્યું છે જે કૂતરા અને બિલાડી જેવા પાલતૂ જાનવરોની ગંદગી સાફ કરીને તેને ફ્લશ કરી દે છે. આ રીતે કરે છે કામ...
આ ડિવાઇસનું નામ છે ઓટોમેટિક લિટર બૉક્સ. આ સામાન્ય લિટર બૉક્સ જેવું છે જેની પર બિલાડી અને પપી જેવા નાના પ્રાણીઓ બેસી શકે છે. તેમાં સેંસર્સ લાગેલા છે જે પ્રાણીઓની પૉર્ટી કરતાંની સાથે તેને ફ્લશ પણ કરી દે છે.
દરેક પ્રાણી માટે છે સોફ્ટવેર
આ ડિવાઇસમાં બિલાડીથી લઇને અનેક પ્રકારના પપી માટે પણ સોફ્ટવેર સેટ કરવામાં આવ્યું છે જે નવા ડિવાઇસને લઇને પ્રાણીને ફ્રેંડલી બનાવવા અને ટ્રેનિંગ આપવામાં પણ મદદ કરે છે.
જલદી આવશે માર્કેટમાં
રિપોર્ટ્સના અનુસાર આ ડિવાઇસ જલદી માર્કેટમાં મળી શકે છે. જો કે તેની કિંમત 118 પાઉન્ડ (લગભગ 10 હજાર રૂપિયા)ની આસપાસ હશે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ અનોખા ડિવાઇસના અન્ય કેટલાક ફોટોઝ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.