તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 6 લોકોને માંગ્યા વિના જ મળ્યો અલીબાબાનો ખજાનો, બન્યા કરોડપતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: કહેવાય છે કે દિલથી માગીએ તો ભગવાન પણ મળી જાય તો પછી ખજાનો શું વાત છે. દુનિયાના કેટલાય મ્યુઝિયમમાં આવો અમુ્લ્ય ખજાનો સચવાયેલો હોય છે. જો કે એમને શોધી આપનારા લોકો તો સાવ સામાન્ય જ હતા. એમના નસીબ અને મહેનતે એમને એમને રાતોરાત કરોડપતિ બનાવી દીધા. હવે તો સમય એટલો બદલાઈ ગયો છે મોટા મોટા મશીનોથી જમીનમાં દટાયેલા ખજાનાને શોધવામાં આવે છે. જો કે વર્ષો પહેલા કેટલાક લોકોને માત્ર મેટલ ડિટેક્ટરની મદદથી આવા ખજાના હાથ લાગ્યા હતા.
ખજાનો - રિંગલમેયર કપ
વાત વર્ષ 2001ની છે. એક દિવસ સવારે ઇસ્ટ કેન્ટમાં રહેતા ક્લિફ બ્રેડશો કિચડમાં કશુંક શોધતા હતા. એમને અચાનક મેટલ ડિટેક્ટરનો અવાજ સંભળાયો. એ જગ્યાએ ખોદતા અમને દુર્લભ અને સુંદર એવો સોનાનો લોટો મળ્યો. જેને હવે રિંગલમેયર કપ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનો આ દુનિયાનો બીજો જ લોટો છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ લોટો કાંસ્યયુગ (2300બીસી)નો છે. આ વિશેના સમાચાર ફેલાયા એ પછી બ્રિટિશ મ્યુઝિયમે એને ક્લિફ બ્રેડશો પાસેથી એને 2,70,000 પાઉન્ડમાં ખરીદ્યો હતો. આમ એક સામાન્ય માણસ કરોડપતિ બની ગયો.
આગળની સ્લાઈડમાં જાણો બીજા કિસ્સાઓ...