Lions back: છપ્પનની છાતી હોય તે જ લોકો આવું ડેરિંગ કરી શકે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકન રાજ્ય ઉટ્ટાહમાં લાયન્સ બેન્ક નામનો પર્વતિય વિસ્તાર આવેલો છે. અહીં તે લોકો ચોક્કસ આવે છે, જેમને મુશ્કેલ અને ભયાનક જગ્યાઓ ઉપર ડ્રાઇવિંગ કરવાનો શોખ હોય છે.

ફેસબુક પર આ જગ્યા અને તેની તસવીરોને લઈને ખાસ્સો વિવાદ પણ છેડાઈ ચૂક્યો છે કે આ તસવીરો ફોટોશૉપમાં એડિટિંગ કરેલી છે, જ્યારે હકીકતમાં આ તસવીરો વાસ્તવિક છે. જીપ ડ્રાઇવ કરનારા કેટલાક લોકોએ તેનો એક વીડિયો પણ યૂટ્યુબ પર લાયન્સ બેક નામથી પબ્લિસ્ડ કર્યો છે, જે અહીં આગળની સ્લાઇડમાં તમે પણ જોઈ શકશો. આ વીડિયો તેની સત્ય હકિકતોને છતી કરે છે.

અહીં જીપ ડ્રાઇવ કરનારા લોકો જમીનથી 65 ડિગ્રીમાં પણ ભેંખડો ઉપર ચઢી જાય છે અને તે જ દિશામાં જીપ રિવર્સ ડ્રાઇવ કરીને પણ નીચે લાવે છે. મોઅબ શહેર પાસે સ્થિત આ જગ્યાની પ્રકૃતિ કોઈ બટેકા આકારની નજરે ચઢે છે. આ જ કારણે તેને પોટેટો સલાદ હિલ પણ કહેવામાં આવે છે.

કેટલીક અવિશ્વસનીય અને આશ્ચર્યમાં મુકી દેતા તેમનાં સ્ટન્ટની તસવીરો જોવા માટે ક્લીક કરો આગળની સ્લાઇડ