આ સ્ટ્રોબેરી શેક નથી, ખરી વસ્તુ તો છે અંદરની તસવીરોમાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ તસવીરોને જોઈ બોર્ડ પેન્ટિંગ કે સ્ટ્રોબેરી શેક સમજવાની ભૂલ ના કરી બેસતા મિત્રો. આ તો પશ્ચિમ આફ્રીકાના સેનેગલ સ્થિત રેટબા તળાવ છે, જેનો રંગ આ દિવસોએ ગુલાબી થઈ ગયો છે. તેનું કારણ આ તળાવમાં રહેલા મીઠાના પ્રમાણનું વધી જવું છે. બાથ યૂનિવર્સિટીના પ્રોફેસર માઇકલ ડેનસનનું કહેવું છે કે પાણીનો ગુલાબી રંગ ડુનૈલિલા નામના તત્વના કારણે થયો છે. તેઓએ જણાવ્યું કે તળાવની સફાઈ કરવા લોકો દિવસ-રાત અહીં કામે લાગેલા છે. તેની સાથે જ તેઓએ જણાવ્યું કે સફાઈકામ દરમિયાન અહીંથી ખાસ્સા પ્રમાણમાં મીઠું પ્રાપ્ત થયું છે. આ કોઈ પણ હિસાબે લોકોના સ્વાસ્થ માટે સારું નથી. તસવીરોમાં જુઓ આ ગુલાબી તળાવ અને તેની સફાઈ કરતા સફાઈકામદારોને..