સાપનાં ટોળાએ કર્યું આક્રમણ, ખેતરોમાંથી ભાગ્યા લોકો!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરિયાણાના સૌંહદગામમાં એક ખેતરમાં એક-એક કરીને 18 સાપ સાપ નીકળ્યાં, જેના કારણે ગામવાસીઓમાં ઊહાપો મચી ગયો. ગામવાસીઓએ તેમાંથી સાત સાપોનું રામ-નામ સત્ય બોલાવી દીધું, જયારે બાકીના સાપ આજુબાજુની ઝાડી-ઝાંખરામાં ઘુસી ગયા. સોમવારે સવારે ગામવાસીઓ પોતાના ખેતરે ગયા, જ્યાં તેઓએ આ સાપનું ટોળું જોયું. આ પછી ખેતરોમાં જવાની જગ્યાએ તેઓ પાછા ગામ બાજુએ ભાગ્યા. આ પછી તેઓ લાકડી-ડંડા લઈને મોટી સંખ્યામાં તે સ્થળે પહોંચ્યા જ્યાં આ સાપનું ટોળું એક્ઠું થયું હતું. તેઓએ ટોળામાંથી આશરે સાત સાપને મારી નાખ્યાં. આટલી મોટી સંખ્યામાં સાપને જોઈ ગામવાસીઓમાં ફફડાટનો માહોલ છે.