બેંક એક્ઝામમાં પૂછાય છે આવા સવાલ, શું તમે આપી શકો છો જવાબ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ ભારતમાં સરકારી નોકરી માટે લોકોમાં ઘણો ક્રેઝ રહે છે. આ મહિનાની 26 તારીખે IBPS પીઓ મેન્સ એક્ઝામ થવાની છે. બેંક એક્ઝામમાં રીઝનિંગના અનેક મજેદાર સવાલ પૂછવામાં આવે છે. જેને સોલ્વ કરવામાં અનેક લોકોને પરસેવો આવી જાય છે. આજે અમે આપને એવા કેટલાક સવાલ કરવા જઇ રહ્યા છે, જેને પ્રી એક્ઝામમાં પૂછવામાં આવ્યા હતા. સોલ્વ કરવા ચલાવવું પડે છે મગજ...

રીઝનિંગના આ સવાલ એટલા મજેદાર હોય છે અને સાથે ટ્રિકી પણ, દો તેને સોલ્વ કરવાની ટ્રિક તમને ખબર છે તો તેના જવાબ આપવામાં તમને વધારે સમય લાગશે નહીં. જો તમે ફસાઇ ગયા, તો સમય તમારા હાથથી સરી જાય છે અને જવાબ તમને મળતો નથી.આવો એક સવાલ તમને પૂછવામાં આવે છે. જો તમે હોશિયાર છો તો આ સવાલ સોલ્વ કરીને બતાવો.

8 દોસ્ત P, Q, R, S, T, U, V  અને W એક સર્કલમાં બેઠા છે. પણ જરૂરી નથી કે તે એક ક્રમમાં જ બેઠા હોય. તેમાંથી 4નું મોઢું સર્કલની બહાર છે પણ 4 સર્કલની અંદરની તરફ મોઢું કરીને બેઠા છે.

- Tનો ચહેરો બહારની તરફ છે. Tના બંને તરફ બેઠેલા લોકોના ચહેરા અંદરની તરફ છે. W Tની રાઇટ સાઇડથી બીજા નંબરે છે. જ્યારે Q Tની ડાબી બાજુએ ત્રીજા નંબરે છે. 
-Sનો ચહેરો સર્કલની અંદરની તરફ છે. જ્યારે તેની બંને તરફ બેઠેલા લોકોનો ચહેરો બહારની તરફ છે. 
-V Pની ડાબી સાઇડથી બીજા નંબરે બેઠા છે. જ્યારે Q Wના જમણી સાઇડથી ત્રીજા નંબરે બેઠા છે. 
-U Sના બાજુમાં બેઠા છે અને R Vની બાજુમાં બેઠા છે.
-પણ S Qની બાજુમાં બેઠા નથી.
- અને તેમાંથી કોઇ પણ બે લોકો એક સાથે અંદરની તરફ બેઠા નથી.

આમાં પૂછવામાં આવેલા 5 સવાલોના આધારે જવાબ આપવાના છે....