Video:આ વ્યક્તિ દોરડા વગર જ ચઢે છે બિલ્ડિંગો પર, જોતા રહે છે લોકો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: વિશ્વમાં ઘણા એવા લોકો છે જેઓ વિવિધ પ્રકારના જોખમી સ્ટંટ કરવા માટે ટેવાઇ ગયા હોય છે અને આવા સ્ટંટ કરતા સમયે તેઓ પોતાના જીવની સહેજપણ ચિંતા કરતા હોતા નથી. આવો જ એક વ્યક્તિ છે કર્ણાટકનો જ્યોતિ રાજૂ. તેને અમુક લોકો ‘ઇન્ડિયન સ્પાઇડરમેન’ તો અમુક લોકો ‘મંકી મેન’ તરીકે બોલાવે છે.
Related Placeholder
રાજૂ કોઇપણ પ્રકારના દોરડા કે અન્ય વસ્તુ વગર મોટી-મોટી બિલ્ડિંગો પર ચઢી જાય છે. જોકે આમ કરવા જતા અમુક વખતે તેને ઇજા પણ થઇ છે. 9 વર્ષની ઉમંરથી આવા જોખમી સ્ટંટ કરી રહેલા રાજૂને ઇજા બાદ પણ આવા જોખમી સ્ટંટ બંધ કરવાની ઇચ્છા થતી નથી.
તે ઘણીવાર મોટી બિલ્ડિંગો પરથી પણ પડ્યો છે પરંતુ તેણે હાર ન માની અને પોતાના આ અનોખા કરતબને હવે પોતાની આવકનો સ્ત્રોત પણ બનાવી લીધો છે.

(આગળની સ્લાઇડ્સમાં જુઓ સ્ટંટ કરતા રાજૂની વધુ તસવીરો)