તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલાડી સમજી ખતરનાક પ્રાણી ઘરે લઈ આવ્યું બાળક, સત્ય જાણી ઉડ્યાં હોશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
અજબ-ગજબ ડેસ્ક: ઘણીવાર માણસ અજાણતા એવું કરી બેસે છે જેની સચ્ચાઈ જાણ્યાં પછી બહુ હેરાન થાય છે. આવું જ કંઇ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના પેડેરુમાં થયું. વાત એમ છે કે થોડાં દિવસો પહેલાની વાત છે. એક 6 વર્ષનો છોકરો બિલાડીના બચ્ચાઓને ઘરે લઈ આવ્યો. પરંતુ જ્યારે સચ્ચાઈ સામે આવી ત્યારે જોનારના હોશ ઉડી ગયા.
 
જેને બિલાડી સમજતાં હતાં તે હતું જંગલી પ્રાણી...
બાળકે કહ્યું કે જંગલમાં એને બિલાડીના બે બચ્ચા દેખાયા એટલે એ એમને ઘરે લઈ આવ્યો. એમને દૂધ પીવડાવ્યું અને ખાવાનું પણ આપ્યું. થોડાં દિવસો તો એ બચ્ચા સાથે રમતો પણ હતો. એના પરિવારજનો પણ બચ્ચાને રમાડતા. પરંતુ એક દિવસ પાડોશીએ બંને બચ્ચાઓને નોટિસ કર્યાં અને સત્ય કહ્યું ત્યારે બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ અને દિવસે તારા દેખાવા લાગ્યાં. ખરેખર તો એ લોકો જેને બિલાડી સમજતા હતા તે દીપડાના બચ્ચા હતા. જો કે સત્ય જાણ્યાં પછી તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગના અધિકારીઓ ઘરે આવ્યાં અને દીપડાના બચ્ચાને કસ્ટડીમાં લઇ લીધા. અધિકારીઓએ કહ્યું કે જો એ વખતે બચ્ચાઓની મા ત્યાં હોત તો બાળકના જીવને જોખમ થયુ હોત. જો કે માદા દીપડો એકસાથે 2થી 6 બચ્ચાઓને જન્મ આપે છે અને બચ્ચા થયાના 10 દિવસ પછી પોતાની આંખો ખોલે છે. એટલું જ નહીં બે વર્ષ સુધી બચ્ચાઓ માતાના સંરક્ષણમાં હોય છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ એમના કેટલાક Photos...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો