આવા કલંક સાથે નહોતું મરવું, 55 વર્ષે થયો ચમત્કારઃ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતાન માટે એક સમયે તરસતી રહી આ મહિલાની ખુશીનો તે દિવસે પાર ન રહ્યો જ્યારે 70 વર્ષની ઉંમરે તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. રાજો દેવી લોહાનનું કહેવું હતુ કે બાળકીને જન્મ આપ્યા બાદ મારા શરીરમાં વધારે શક્તિ રહી નથી, પણ હું વાંઝણી કહેવાતા સમાજીક કલંક સાથે મરવા નથી ઈચ્છતી. તેની સાથે જ તેઓએ દુનિયાની સૌથી વધુ ઉંમરે માતા બનવાનો રેકૉર્ડ પણ લગભગ પોતાના નામે કરી દીધો. જોકે 18 મહીનાની બાળકી નવીનને છોડીને 72 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામી. કેવી રીતે બન્યું શક્યઃ આ શક્ય બન્યુ હતું આઈવીએફ ટ્રીટમેન્ટના કારણે. આઈવીએફ (ઇન વ્રિટો ફર્ટીલાઇઝર)ટ્રીટમેન્ટમાં શરીરની બહાર અંડાણુંને શુક્રાણુંઓ સાથે ફર્ટિલાઇઝ્ડ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટના કારણે કેટલીય માતાઓનો ખોળો ભરાયો છે. આ જ પ્રકારની ટ્રીટમેન્ટમાં હરિયાણાની વધુ એક માતાએ 70 વર્ષની ઉંમરમાં જુડવા બાળકોને જન્મ આપ્યો.