ફોટોગ્રાફરે બતાવી 50 વર્ષ પહેલાં આવી હતી ન્યૂયોર્કના લોકોની લાઈફ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : દુનિયામાં એવા ઘણાં લોકો હોય છે જે પોતાના વિચિત્ર શોખને કારણે ચર્ચામાં રહે છે. આવા જ એક વ્યક્તિ છે ન્યૂયોર્કમાં રહેતા ફોટોગ્રાફર હાર્વે સ્ટેન. સ્ટેન છેલ્લાં 50 વર્ષોથી ન્યૂ યોર્કમાં ફોટોગ્રાફી કરે છે, જેમાં તે અહીના શહેરોમાં લોકોની લાઈફ કેવી છે તે બતાવે છે. જો કે તેમણે ક્લિક કરેલ બધા જ ફોટોઝ બ્લેક એન્ડ વ્હાઈટ શેડમાં જ છે. આ ફોટોઝ 22 જુલાઈએ સેન ફ્રાન્સિસ્કોની લેઇકા ગેલેરીમાં પબ્લિશ થવાના છે.
શું કહ્યું ફોટોગ્રાફરે
ફોટોગ્રાફર હાર્વે સ્ટેને કહ્યું કે મે મોટાભાગે સ્ટ્રીટ ફોટોગ્રાફી જ કરી છે. હું જ્યારે પણ લોકોના ફોટો પાડતો ત્યારે એમને માત્ર 'યસ' કે 'નો' જ બોલવાનું કહેતો હતો. એ જ્યારે પણ આ શબ્દ બોલતા ત્યારે તરત જ હું એમના ફોટો પાડી લેતો. મારા આ તમામ ફોટોઝ મારી ફોટોબુક હાર્લેમ સ્ટ્રીટ પોટ્રેટ્સ (Harlem Street Portraits) અને કોની આઈલેન્ડ : 40 વર્ષ (Coney Island: 40 Years) માં જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે હાર્વેએ ન્યૂયોર્કની આસપાસના શહેરોમાં ફોટોગ્રાફી કરી છે. જેમાં મેનહટ્ટન, હાર્લેમ અને કોની આઈલેન્ડનો સમાવેશ થાય છે. પોતાને શર્મીલા ગણાવતા સ્ટેન કહે છે કે હું જલદી કોઇની સાથે વાત નથી કરી શકતો. પરંતુ મારા કેમેરાના લીધે મને લોકો સાથે વાતો કરવાનો મોકો મળ્યો.
તેણે એમ પણ જણાવ્યું હતું કે આ ફોટોગ્રાફીને લીધે જ હું મારી પૂર્વ પત્નીને મળ્યો હતો. સ્ટેન 20 વર્ષના હતા ત્યારે એમણે પહેલીવાર કેમેરો પોતાના હાથમાં લીધો હતો. એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરનારા સ્ટેન હાલ ફોટોગ્રાફી કરવા ઉપરાંત ન્યૂયોર્ક ઇન્ટરનેશનલ સેન્ટર ઑફ ફોટોગ્રાફીમાં ભણાવે છે.
આગળની સ્લાઈડમાં જુઓ સ્ટેને ક્લિક કરેલા ન્યૂયોર્કના કેટલાક ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...