આ વીડિયો છે ગુજરાતી ખેડૂતના ઈનોવેટીવ ઈનોવેશનના. આ ખેડૂતે કોઈ સાયન્સ કે એન્જિનીયરની ડિગ્રી લીધી નથી. તેમ છતાં તેણે એન્જીનીયરને ટક્કર મારે તેવું મશીન બનાવ્યું છે. આ છે ખેતરમાં પક્ષીઓને ભગાડવાનું ચાડીયા મશીન. ખુલ્લા ખેતરમાં હવાની અવરજવર તો રહેતી જ હોય. જેનો લાભ ઉઠાવીને ખેડૂતે આ મશીન બનાવ્યું છે. પંખાના પાંખિયા અને થાળી વડે તેણે ચાડીયા મશીન બનાવ્યું છે. હવા પાંખિયાને ફેરવતી જાય તેમ તેમ થાળી વાગતી રહે છે. તો છે ને આ ગુજરાતીના ભેજાનો કમાલનો. આઈડિયા. આ મશીન કોણે બનાવ્યું તે તો ખબર નહીં. પણ આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.