આ છે દુનિયાની સૌથી ખતરનાક જેલ, એકબીજાને મારીને ખાઈ જાય છે કેદીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્કઃ જેલનો મતલબ તો આપણે બધા સમજીએ છીએ, પરંતુ જે જેલોની વાત અમે કરવા જઈ રહ્યા છીએ તે હટકે છે. આમ તો લગભગ તમામ જેલમાં કેદીઓની જિંદગી નર્કસમાન હોય છે. પરંતુ દુનિયાની કેટલીક જેલો એવી પણ છે. જ્યાં કેદીઓનું જીવન ખતરામાં હોય છે. આવી જ એક જેલ છે ગીતારામા સેન્ટ્રલ જેલ, જે આફ્રિકન દેશ રવાંડામાં છે. આ જેલની ગણતરી દુનિયાની સૌથી ખતરનાક જેલોમાં થાય છે.
નવાઈની વાત એ છે કે આ જેલમાં સુરક્ષાકર્મીઓ કેદીઓને નથી મારતા, પરંતુ અહીંના કેદીઓ જ એકબીજાને મારે છે. કહેવાય છે કે આ કેદી બીજા કેદીને મારીને તેની ડેડબોડીને ખાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે જેલમાં કેદીઓની રહેવાની ક્ષમતા 600ની છે, જ્યારે કે આમા 7000થી વધુ કેદીઓ રાખવામાં આવે છે.
આ જેલમાં કેદીઓને રહેવાની એટલી ઓછી જગ્યા છે કે તેને દિવસ-રાત ઉભા-ઉભા જ સમય વિતાવવો પડે છે. મોટાભાગના કેદી ગંદી અને ભીની જગ્યા પર ઉભા રહે છે. જેના કારણે તે ખતરનાક બીમારીનો ભોગ બને છે. આ જેલમાં દરવર્ષે લગભગ 8 લોકોના મોત અલગ-અલગ બીમારીઓના કારણે થાય છે. અનેક માનવઅધિકાર સંગઠનો આનો વિરોધ કરતાં રહ્યા છે, પરંતુ વિરોધ છતા કેદીઓના જીવનસ્તરમાં કોઈ સુધારો થયો નથી.

આગળની સ્લાઈડમાં જૂઓ આ જેલની કેટલીક અન્ય તસવીરો...