'વીરૂ' માટે 'બસંતી' ચઢી ટાવર પર, અને પછી થઈ જોવા જેવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ 'શોલે'માં વીરૂ એટલે કે ધર્મેન્દ્રએ ટાંકી ઉપર ચઢીને બસંતી સાથે લગ્ન કરવાની જીદ કરી હતી, પણ ટિબ્બા નામનાં એક ગામમાં, આનાથી તદ્દન ઊલટું દ્રશ્ય જોવા મળ્યું. અહીં પ્રેમી સાથે લગ્ન કરવા માટે, એક પ્રેમિકા થાંભલા ઊપર ચઢી ગઈ. પરિવારજનોને આ બાબતે વાંધો હતો અને તેમણે છોકરીનું શાળાએ જવાનું પણ બંધ કરાવી દીધું હતું. પોલીસે ચાર કલાકની મહેનત બાદ આ છોકરીને નીચે ઉતારી અને તેના માતા પિતાની જગ્યાએ દાદા દાદી પાસે મોકલી દીધી. - બુધવાર સવારે ટિબ્બા ગામે જ્યારે એક છોકરી મોબાઇલ ટાવર ઉપર ચઢી ગઈ - ઘટનાની જાણ થતા જ પોલીસ, ડૉક્ટર્સ અને વીજ વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા - છોકરીને નીચે આવી જવાની વિનંતી કરી, પણ છોકરીએ કોઈની પણ વાત માની નહીં - તે એક છોકરાને પ્રેમ કરે છે અને એટલે માતાપિતાએ તેનું શાળાએ જાવાનું પણ બંધ કરાવી દીધું બુધવાર સવારે ટિબ્બા ગામે જ્યારે એક છોકરી મોબાઇલ ટાવર ઉપર ચઢી ગઈ, ત્યારે અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો. કોઈંક છોકરી ટાવર ઉપર ચઢી ગઈ છે, એવા સમાચાર ફેલાતા સેંકડોની સંખ્યામાં લોકો આ ટાવર નીચે એક્ઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ, ડૉક્ટર્સ અને વીજ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ છોકરી ટાવરની છેક ટોચ ઉપર ચઢી ગઈ હતી. અધિકારીઓએ છોકરીને નીચે આવી જવાની વિનંતી કરી, પણ છોકરીએ કોઈની પણ વાત માની નહીં અને ટાવર ઉપર જ ઊભી રહી. કોઈને સમજાતું નહોંતું કે આ છોકરી શા માટે ટાવર ઉપર ચઢી ગઈ છે. ખાસ્સી જહેમત બાદ છોકરીનો એક સંબંધી ટાવર ઉપર ચઢ્યો અને ધીરે-ધીરે તેણે છોકરીને વાતોમાં ભોળવીને ટાવરની અધવચ્ચે સુધી લઈ આવ્યો. અહીં અધિકારીઓએ લાઉડ સ્પીકરની મદદથી છોકરી સાથે વાત કરી હતી. આ છોકરીએ કહ્યું કે તે એક છોકરાને પ્રેમ કરે છે અને તેનાં કારણે માતાપિતાએ તેનું શાળાએ જાવાનું પણ બંધ કરાવી દીધું છે. પરિવારના સભ્યો તેનાથી ગુસ્સે છે. એસએચઓનું કહેવું છે છોકરીને સમજાવીને ઘરે મોકલી દેવાઈ છે. લગભગ 4 કલાકની જહેમત બાદ 11 વાગ્યાના અરસામાં છોકરીને નીચે ઉતારવામાં આવી અને પછી તેને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.
Related Articles:
જમીનથી 1700 ફૂટ ઊંડું ભારતનું આ સ્થળ એટલે પૃથ્વીનો પાતાળલોક!
PHOTOS: એક દેશ, જ્યાં છોકરી માતાની સામે જ બાંધે છે સંબંધો!
ભારત સાથે વેપારી સંબંધો વધુ ગાઢ બનાવતાં કેનેડાના પ્રયાસ ચાલું
લોહી કરતાં લાગણીના સંબંધો સાચા
કાંડા સાથેનાં સંબંધો અંગે ખુલાસો કરશે અંકિતાસિંહ?
જમીનથી જમીન પર માર કરતી પૃથ્વી-૨નું સફળ પરીક્ષણ
ટીચર-વિદ્યાર્થી વચ્ચેના સેક્સ સંબંધો પર બનેલી ફિલ્મ સામે વિરોધ
ગીતિકાને CCTVમાં જોઈ મોહી પડેલો કાંડા, જબરજસ્તી સંબંધો ઈચ્છતો હતો
પાક.માં અનૈતિક સંબંધો બદલ નાક-કાન કાપ્યાં