અજબ-ગજબ ડેસ્ક: જુગાડ કરવામાં માસ્ટરી હોય એને દુનિયામાં ક્યાય કોઈ તકલીફ ના પડે. જુગાડુ લોકોને ઘણાં કંજૂસ કહીને બોલાવે છે પણ તેમની ક્રિયેટિવિટી જોઇને જરા વિચારવું જોઈએ કે એમને જેવા આઈડિયા આવ્યાં એવા તમને કદી આવ્યાં છે ખરાં? ચકલીનું હેન્ડલ તુટી ગયુ હોય તો પ્લમ્બરને બોલાવવાને બદલે ચાવીને આમ ફિટ કરી દેવાનો આઈડિયા ગજબ છે.
હસાવશે પણ જોરદાર છે જુગાડ
મોબાઈલ ગમે તેટલો મોંઘો હોય પણ એના ચાર્જરના વાયર તો ટૂંકા જ હોય છે. કેટલાક લોકો તો ફોનને વાયરની સાથે લટકાવીને જ ચાર્જ કરવા મુકે છે. જેના લીધે ફોન જલદી બગડી જાય છે. પરંતુ જુગાડુ લોકો બુટ કે થેલીને એડજસ્ટ કરીને મોબાઇલનું હેગિંગ સ્ટેન્ડ બનાવે છે. જે બજારમાં ક્યાંય અવેલેબલ નથી હોતા અને પૈસાની બચત કરાવે છે. મોટાભાગના જુગાડ દેસી મગજની ઉપજ હોય છે એવું કહેવામાં ય વાંધો નથી. સ્પ્રેની બોટલમાં પાણી ભરીને એનાથી કાચ સાફ કરવાનો આઈડિયા બેસ્ટ છે. આવા જુગાડ માટે એન્જિનિયરિંગની ડિગ્રી લેવાની જરૂર નથી હોતી. પરંતુ આપણે આ લોકોને દેસી એન્જિનિયર્સ તો કહી જ શકીએ.
આગળની સ્લાઇડમાં જુઓ એકએકથી ચઢીયાતા જુગાડના ફોટોઝ