ભેજાનું કાઠિયાવાડી ભડથું કરી નાખે એવો ફની તસવીરોનો બાપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેટની દુનિયામાં જો આજે સૌથી વધુ લોકપ્રિય કોઈ વસ્તુ હોય, તો તે છે સોશિયલ મીડિયા. આજે તેની ઇન્ટરનેટ ઉપર ખૂબ જ બોલબાલા છે. તેમાં પણ ખાસ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પ્લસ જેવી સોશિયલ વેબસાઇટ્સની લોકો પર જબરદસ્ત પકડ જોવા મળી રહીં છે.

આ સોશિયલ સાઇટ્સ તેના યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં લઈને વખતોવખત જરૂરી ફેરફારો કરતી રહી છે. આ તમામ વેબસાઇટમાં સૌથી વધુ લોકપ્રિય ફેસબુકે તેના યૂઝર્સના રિસ્પોન્સને ધ્યાનમાં લઈને ફોટોગ્રાફ વિઝ્યૂલાઇઝેશનને વધારે ઈફેક્ટિવ બનાવ્યું છે. ક્ષણવારમાં માત્ર એક ટેગ સિસ્ટમની મદદથી છેક અમેરિકા બેઠેલા મિત્રને પણ તમારી તસવીર જોવા મળી જાય, તેવા અદભૂત ફિચર્સ પાછળ આખી દૂનિયા ગાંડી થઈ છે.

તેમની આજ દિવાનગી દર અઠવાડિયે અમે અહીં પ્રસ્તુત કરી રહ્યાં છીએ. અહીં જે તસવીરો તમે જોઈ રહ્યાં છો, તે છેલ્લા એક અઠવાડિયામાં મિત્રો વચ્ચે સૌથી વધું લાઇક અને શેર થઈ છે. તેની ઉપર મિત્રો જબરદસ્ત કમેન્ટ્સ પણ કરે છે. તો આવો જોઈએ આગળની સ્લાઇડમાં તેમની તસવીરો અમારા મસાલેદાર કેપ્શન સાથે.