એન્જિનિયરોની આવી ભૂલો હસાવશે જરૂર, તમે જોઈ છે કદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક: એન્જિનિયર નામ સાંભળતા જ મનમાં એક એવો ભાગ જાગે કે આ લોકો કોઈ વસ્તુ બનાવે તો તો બેસ્ટ જ હોય. આ વાત સાવ ખોટી પણ નથી. આપણી સામે એવી ઘણાં ઉદાહરણો છે જેમાં એમની બુદ્ધિશક્તિના દર્શન થાય છે. એમની મહેનતને લીધે આપણને જીવનના દરેક તબક્કે સગવડો મળી છે.
આ બધા સત્યની વચ્ચે એક સત્ય એ પણ છે કે એ લોકો પણ માણસ છે અને એટલે જ ઘણીવાર એમનાથી પણ એવી ભૂલો થઈ જાય છે કન્સ્ટ્રક્શન ચાલતુ હોય ત્યારે ધ્યાનમાં નથી આવતું અને ખબર પડે ત્યારે મોડું થઈ ગયુ હોવાથી,'ચાલશે હવે, જવા દો' ની વાત આવી જાય છે.
અહીં પણ એવી જ કેટલીક ભૂલોના ફોટો મુકાયા છે. ક્યાંક ગાર્ડનમાં સુંદર લપસણી લગાવ્યાં પછી નીચેની જગ્યા સરખી કરવાની રહી જાય છે. તો ક્યાંક ટોઈલેટના બારણાં એવા લગાવી દીધા છે કે બારણું લગાવીને શું સંતાડવાનું હતું એ જ સમજાતુ નથી.
આવા જ ફની ફોટો જોવા ક્લિક કરો આગળની સ્લાઈડ