અજબ-ગજબ ડેસ્ક: તમે દુનિયાની જાતજાતની હોટલો અને રેસ્ટોરન્ટ વિશે સાંભળ્યું હશે પણ કદી એવી હોટલ વિશે સાંભળ્યું છે જ્યાં બેંન્કમાં જોબ કરનારાઓને એન્ટ્રી ના હોય!? કદાચ નહી સાંભળ્યું હોય પરંતુ પેરિસમાં એક લેસ એકુરિસ ડે રિચેલ્યુ (Les Ecuries de Richelieu) નામની રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટના માલિકનું નામ એલેક્ઝેન્ડર કૈલેટ છે.
માલિકે કેમ કર્યુ આવું?...
30 વર્ષના એલેકઝેન્ડરે કહ્યું કે હું 23 વર્ષની ઉંમરે જ
રેસ્ટોરન્ટ ખોલવા માગતો હતો. એ માટે મારે લગભગ 53 લાખ રૂપિયાની જરૂર હતી. આવામાં લોન મેળવવા માટે મેં કેટલીય બેંન્કમાં એપ્લાય કર્યું પણ કોઈએ મને લોન ના આપી. હું લગભગ 20 જેટલી બેન્કોમાં ફર્યો પણ બધાએ મને કૂતરાની જેમ હડસેલીને બહાર કાઢી મૂક્યો. એલેક્ઝેન્ડર એમ પણ કહે છે કે તેમછતાં મે હાર માની અને બેન્કમાં લોન મેળવવા માટે જતો રહ્યો. એવામાં એક બેન્કે મને ફાઈનાન્સ આપવાનો નિર્ણય કર્યો અને હું રેસ્ટોરન્ટ શરૂ કરવામાં સફળ થયો. જો કે એ પછી પણ મારો ગુસ્સો જરાય ઓછો ના થયો. તેથી જ મે મારી
રેસ્ટોરન્ટમાં બેન્કના કર્મચારીઓની એન્ટ્રી બૅન કરી દીધી.
ઉલ્લેખનીય છે કે એલેક્ઝેન્ડરે તેની હોટલની બહાર 'ડૉગ્સ વેલકમ, બેન્કર્સ બૅન' લખેલુ છે. એટલું જ નહીં આ નોટની નીચે લખેલું છે કે, 'તેમ છતાં કોઈ બેન્કર મારી હોટલમાં આવવા માગતો હોય તો એણે 53 લાખ રૂપિયા એન્ટ્રી ફી આપવી પડશે.'
આગળની સ્લાઈડમાં વાંચો આને સંલગ્ન ફોટોઝ...