ફ્લાઈંગ ફિશઃ હવામાં ઉડે છે 30કિમી/કલાકની ઝડપે આ માછલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફ્લાઈંગ ફિશ)
પાણીની બહાર હવામાં છલાંગ લગાવતી માછલીઓને તો તમે જોઈ હશે. પરંતુ શુ તમે ઉડતી માછલી વિશે સાંભળ્યુ છે? જો ન સાંભળ્યુ હોય તો જણાવી દઈએ કે ફ્લાઈંગ ફિશ નામની માછલી હવામાં ઉડીને એક જગ્યાએથી ઉડી બીજી જગ્યાએ પહોચે છે. જો કે, તે લાંબો સમય સુધી હવામાં નથી ઉડતી, પરંતુ સામાન્ય માછલીની સરખામણીમાં ઘણા લાંબા સમય સુધી હવામાં રહી શકે છે.
આ માછલીને એક્સોસોએટિડાઈના નામથી પણ ઓળખવામાં આવે છે. આ માછલીઓ ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય મહાસાગરોમાં રહે છે. પોતાની ઉડવાની આ કલાના કારણે ફ્લાઈંગ ફિશ બહુ જલદી શિકારીઓની પકડમાં આવતી નથી.
જાણકારોનું માનવામાં આવે તો આ માછલીઓ પાણીની સપાટીથી 50 મીટર ઉપર 30કિમી પ્રતિકલાકની ઝડપે ઉડી શકે છે. તો, આ માછલીઓની લંબાઈ 45 સેમી સુધી હોય છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ ફ્લાઈંગ ફિશની કેટલીક અન્ય તસવીરો...