23 હજાર ફૂટ ઉપર ઉડતા પ્લેનનો પાયલોટ લટક્યો હવામાં, છતાં બચ્યો એનો જીવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
અજબ-ગજબ ડેસ્ક: વિમાન હવામાં 23 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. એની ઝડપ 800 કિમી પ્રતિ કલાક હતી. એવામાં એકાએક એક ધડાકો થાય છે અને જમણી તરફની વિંડસ્ક્રીન ઉખડીને અલગ થઈ ગઈ. આની સાથે જ વિમાનનો મુખ્ય પાયલોટ તુટેલી બારી તરફ ખેંચાતો ગયો. એના પગ કોઇક રીતે બારીમાં અટકી ગયા. ઝડપી હવાના લીધે કૉકપિટનો દરવાજો પણ તુટી ગયો. પ્લેનમાં બધા જ 81 પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સ આ દૃશ્ય જોઈને ગભરાઈ ગયા...
 
- આ કોઈ એક્શન ફિલ્મનો સીન હોય એવું લાગે છે પરંતુ આ એક સત્ય ઘટના છે. 10 જૂન, 1990એ બ્રિટિશ એરવેજની ફ્લાઈટ 5390 આવું જ થયું હતુ.
 
- આ પ્લેન બર્મિંઘમ (ઇગ્લેંન્ડ)થી મલાગા (સ્પેન) જવા ઉપડ્યું હતું. હજી તો માંડ 20 મિનિટ થઈ હશે અને પ્રવાસીઓએ કૉકપિટમાં એક ધડાકો સાંભળ્યો. એની સાથે જ પ્લેનના મુખ્ય પાયલટ કેપ્ટન ટિમોથી લેન્કસ્ટર તુટેલી વિન્ડસ્ક્રીનની બહાર લટકેલા હતા.
 
- એ બહાર ફેંકાવાના જ હતા પણ ત્યારે જ એક ક્રૂ મેમ્બર નાઈજેલ ઑગ્ડેનએ  ઝપાટાભેર એમના પગની એડી પકડી લીધી. બહારના પવનની તાકાત એવી હતી કે નાઈજેલ પણ બારીમાંથી બહાર નીકળી જતો. આવું ના થાય એ માટે એણે પોતાના પગ ખુરશીમાં ફસાવી લીધા. હવે એણે પોતાના મુખ્ય પાયલોટના પગ બરાબર પકડેલા હતા અને પોતાના પગ ખુરશીમાં ફસાવીને એમને પડતા રોકી રહ્યો હતો.
 
આગળની સ્લાઈડમાં વાંચો અવિશ્વસનીય લાગતી પણ સાચી ઘટનાની આગળની વાત...
અન્ય સમાચારો પણ છે...