અમેરિકામાં પહેલા શપથ ગ્રહણથી શરૂ થઈ, જુઓ આ ભવ્ય પરંપરા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુનિયાભરનાં 70થી વધું દેશોમાં સંસદીય પ્રણાલી છે. ત્યા શાસનનાં પ્રમુખ સ્વરૂપે પ્રધાનમંત્રીને પસંદ કરવામાં આવે છે. કોઈ દેશમાં રાષ્ટ્રપતિ છે, તો ક્યાંક શાહી પરિવારનાં સભ્યને દેશનું સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. જોકે શાસન સાથે સંબંધિત મોટા ભાગનાં કામ તેમની પાસે હોય છે.
રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીનાં શપથ ગ્રહણ સમારંભની શરૂઆત 18મી સદીમાં થઈ હતી. પહેલો સૌથી ભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ અમેરિકાનાં પહેલા રાષ્ટ્રપતિ જ્યૉર્જ વૉશિંગ્ટનનો રહ્યો હતો. તેમણે એપ્રીલ 1789માં રાષ્ટ્રપતિ પદ માટે સોગંદ લીધા હતા. આ દિવસને ત્યાં 'ઈનૉગ્યુરેશન દિવસ' કહેવામાં આવે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ શાસન તેમજ સૈન્ય, પ્રમુખનું રહે છે. 20મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રપતિ માટે શપથનો દિવસ કહેવામાં આવે છે.
જો આ દિવસે રવિવાર હોય તો તે દિવસે વ્યક્તિગત અને તેના બીજા દિવસે સાર્વજનિક રીતે શપથ અપાવામાં આવે છે. શપથ ગ્રહણ માટે કેટલાક દિવસ પહેલેથી જ ભવ્ય અને વિશાળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આ સમારંભ કેપિટલ હિલમાં યોજાય છે.
વૉશિંગ્ટન ડીસી સ્થિત કેપિટલ હિલ (કોંગ્રેસનું બેઠખ ભવન)માં વર્ષ 1905 વખતે થિઓડોર રુઝવેલ્ટનાં બીજા કાર્યકાળમાં શપથ ગ્રહણ સમારંભનું દ્રશ્ય અહીં તમે જોઈ રહ્યાં છો. અમેરિકન રાષ્ટ્રપતિનાં શપથ ગ્રહણ સમારંભમાં મુખ્યરીતે કોંગ્રેસ (સંસદનાં નિચલાં સદન)નાં સભ્યોસ સુપ્રિમ કોર્ટનાં તમામ જજ, હાઈ રેન્ક ધરાવતા સૈન્ય અધિકારી, પૂર્વ રાષ્ટ્રપતિ, વિશેષ મેડલ વિજેતા અને અન્ય હસ્તીઓ પણ આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે હાજર રહેતી.
કોણે તોડી પરંપરાઃ-
જ્હૉન એડમ્સ, જ્હૉન ક્વિન્સી એડમ્સ, એન્ડ્રીવ જૉહ્ન્સન, વુડ્રો વિલ્સન, અને રિચર્ડ નિક્સન એવા નિવર્તમાન રાષ્ટ્રપતિ રહ્યાં જે કાર્યકાળ પૂરો થવા કે ઈલેક્શન નહીં થવા પર રાષ્ટ્રપતિનાં શપથ ગ્રહણ સમારંભમાંથી ગાયબ રહ્યાં.