તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલા કદી નહી જોઈ હોય મહિલા સૈનિકોની આવી Life, ફોટોગ્રાફરની નજરે જુઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: એક ફોટોગ્રાફર અને ઇઝરાયેલની એક્સ ફીમેલ સોલ્જરે પોતાના દેશની મહિલા સૈનિકોની સુંદરતા બતાવી છે. રિપોર્ટ્સ મુજબ માયન ટોલેડેનોએ પાડેલા આ ફોટાઓ ઇઝરાયેલી મહિલા સૈનિકોની વણજોયેલી લાઈફને દુનિયાની સામે લાવે છે.
જુઓ કેવી રીતે રહે છે મહિલા સૈનિકો
ઇઝરાયેલ દુનિયાના એવા ગણતરીના દેશોમાનો એક દેશ છે જ્યાં છોકરીઓ 18 વર્ષની થાય એટલે એમણે ફરજિયાત પણ મિલિટરીમાં શામેલ થવું પડે છે. માયનનું કહેવું છે કે સામાન્ય રીતે આખી દુનિયા અને મીડિયા સૈનિકોને માત્ર યુદ્ધ સાથે જ જોડીને જુએ છે. પરંતુ યુદ્ધ સિવાયના સમયમાં એમની લાઈફ કેવી હોય છે એ કોઈ સામે નથી લાવતું.
માયન ઇઝરાયેલના હૈફામાં જન્મી હતી. એને પહેલાથી ડાન્સ અને આર્ટમાં રસ હતો. તે એડલ્ટ થયા પછી આર્ટમાં જ આગળ વધવા માગતી હતી અને એ માટે દુનિયા ફરવાનું સપનું જોતી હતી. પરંતુ 18 વર્ષની થતાં જ કાયદાનુસાર તેણે મિલિટરીમાં જવું પડ્યું. જો કે હવે માયન ફોટોગ્રાફી કરે થે અને છેલ્લાં 6 વર્ષથી ન્યુયોર્કમાં રહે છે. આર્મીની ડ્યુટી દરમિયાન એને તેલ અલીવમાં રાખવામાં આવી હતી. આ ફિમેલ સોલ્જરનું કહેવું છે કે આ ફોટોઝ દ્વારા તે સૈનિકોની બીજી લાઈફને સામે લાવવા માગે છે.
આગળની સ્લાઈડમાં જુઓ વઘુ PHOTOS...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો