આ બંને કોઈપણ વાદ્ય વગર જમાવે છે સંગીતની મહેફિલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : એન્ટરટેઈનમેન્ટ માટે લોકો જાતજાતના અખતરા કરતાં હોય છે. કોઈ ડાન્સમાં ડૂબી જાય છો તો કોઈ સંગીતનું રિયાઝ કરે છે. પરંત કેટલાક લોકો એવા પણ હોય છે જે મ્યુઝિકને દિલથી ચાહતા હોવાથી તેમને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની પણ જરૂર નથી પડતી. આ લોકો મોથી એવો સરસ અવાજ કાઢે છે જાણે સાંભળ્યાં જ કરીએ. આ આર્ટને બીટ બોક્સિંગ ફેસ ઓફ તરીકે ઓળખવામાં આવે છે. સોશિયલ સાઈટ પર આવા જ સંગીતપ્રિય પિતા-પત્રીનો વીડિયો આજકાલ વાઈરલ થયો છે. જેમાં સેન્ટ રુઈસમાં રહેતી 23 વર્ષની નિકોલ પેરિસની પિતા સાથેની જુગલબંધી જોવા મળે છે. આ વીડિયોને અત્યારસુધીમાં 21 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યાં છે. જેમાં પિતા-પુત્રી અદ્દલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા અવાજો કાઢે છે.