તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

FB પર GM પોસ્ટ કરવાનું પડ્યું મોંઘું, તરત જ લઇ ગઇ પોલિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક પોસ્ટે પહોંચાડી દીધો જેલ - Divya Bhaskar
એક પોસ્ટે પહોંચાડી દીધો જેલ

અજબ ગજબ ડેસ્કઃ આજના સમયમાં ફેસબુકનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. કેટલાક તો પોતાની એક્ટિવિટી અહીં ફ્રેંડ્સ સાથે શેર કરે છે. પણ અનેકવાર આ કારણે લોકો મુસીબતમાં પણ પડી જાય છે. ગુડમોર્નિંગ પોસ્ટે પહોંચાડ્યા જેલ...
 
ફિલિસ્તીનમાં રહેનારા એક વ્યક્તિને અંદાજ પણ નથી કે ફેસબુક પર ગુડમોર્નિંગ પોસ્ટ કરવાનું તેને જેલની પાછળ પહોંચાડી દેશે. અહીં રહેનારા એક કંસ્ટ્રક્શન વર્કરે સવારે કોફી અને સિગરેટની સાથે ફોટો ક્લિક કરાવ્યો અને તેને ફેસબુક પર અપલોડ કર્યો. આ ફોટો વાયરલ થયો ત્યારે ઇઝરાયલની પોલિસની નજર પડી અને તેઓએ તરત તેને એરેસ્ટ કરી લીધો. હવે તમે વિચારશો કે આ ફોટોમાં એવું શું હતું જેના કારણે તેને એરેસ્ટ કરવામાં આવ્યો? તેમાં ભૂલ ટ્રાંસલેશનની હતી. વ્યક્તિએ અરબીમાં ગુડમોર્નિંગ લખ્યું હતું. તેને ફેસબુક ઇંટેલિજેંસે એટેક દેમે ટ્રાન્સલેટ કર્યું. સાથે જે ફોટો હતો તેમાં પાછળ દેખાતા બુલડોઝરનો ઉપયોગ પહેલાં એક આતંકવાદી હુમલામાં થઇ ચૂક્યો હતો. આ કારણે પોલિસને લાગ્યું કે ફોટોની મદદથી યુવક કોઇ આંતકી હુમલાની સાજીશ કરી રહ્યો હતો. આ કારણે તેને કરી લેવાયો એરેસ્ટ.
 

ફેસબુકની ભૂલની મળી સજા
અનેક સરકારી એજન્સીઓની જેમ ઇઝરાયલની પોલિસ પણ સોશિઅલ મીડિયાને મોનિટર કરી રહી છે. વ્યક્તિને ગિરફ્તાર કર્યાના થોડા કલાક બાદ ખ્યાલ આવ્યો કે અહીં ગૂગલ ટ્રાંસલેશનની ભૂલ હતી. ત્યાર બાદ તે યુવકને છોડી દેવામાં આવ્યો.
 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ અન્ય ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...