તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ દિવસે આપોઆપ સૂઈ જાય છે અહીના લોકો, જાણો 9 રહસ્યમય જગ્યાઓ વિશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: આમ તો સાયન્સે એટલી પ્રગતિ કરી લીધી છે કે દેશ-દુનિયાના તો ઠીક અવકાશના પણ તથ્યો શોધી લાવે છે. જો કે આ બધાની વચ્ચે આજેપણ એવી કેટલીક જગ્યાઓ છે જેનું રહસ્ય ઉકેલાઈ નથી શક્યું. આમ તો આવી અનેક જગ્યાઓ છે પરંતુ આમાંથી અહીં માત્ર 9 જગ્યાઓની જ માહિતી આપવામાં આવી છે.
હેસડેલન લાઈટ

નોર્વેની હેસડેલન વેલીમાં અચાનક જ વિચિત્ર પ્રકારની લાઈટો થવા લાગે છે. એ કેમ થાય છે એના પર સાયન્ટિસ્ટ હજી પણ એનું કારણ શોધી રહ્યાં છે. 1930માં પહેલીવાર અનએક્સ્પ્લેઇન્ડ લાઈટ જોવા મળી હતી અને હવે તો વર્ષમાં 10થી 20 વખત આવો પ્રકાશ જોવા મળે છે. ઘણીવાર આ પ્રકાશ આકાશમાં જોવા મળે છે તો ક્યારેય જમીનની એકદમ નજીક. નવાઈની વાત તો એ છે કે આ પ્રકાશ ક્યારેક મલ્ટિપલ કલર્સમાં હોય છે તો ક્યારેક એની પેટર્ન બને છે. આ વિશેનો સ્ટડી ઇટાલિયન નેશનલ રિસર્ચ કાઉન્સિલે કર્યો હતો પણ એમને સફળતા મળી નહોતી. બીજા સાયન્ટિસ્ટોએ પણ આ ઘટનાને લઈને અનેક તર્ક આપ્યાં હતા પણ એમાથી કોઈ આ ઘટનાને સાર્થક સાબિત નથી કરતા.
આગળની સ્લાઈડમાં જાણો આવી જ બીજી 8 રહસ્યમય જગ્યાઓ વિશે...