તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગરમચ્છ-દરિયાઈ ઘોડા ખાય છે આ લોકો, જાણો તેની લાઈફ વિશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(એલ મોલો જનજાતિની તસવીર)
અજબ-ગજબ ડેસ્કઃ દુનિયાભરમાં અનેક એવી જનજાતિઓ છે, જે પોતાના અનોખા ખાનપાન, રહેણીકરણી અને રીતરિવાજો માટે પ્રખ્યાત છે. આ મામલામાં આફ્રિકા અન્ય દેશોથી ઘણો આગળ છે, કારણ કે અહીં અનેક એવી જનજાતિઓ છે જે આજે પણ પુરી દુનિયા માટે રહસ્યસમાન છે. આવી જ એક જનજાતિ આફ્રિકી દેશ કેન્યામાં રહેતી એલ મોલો છે.
તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ જણાવી દઈએ કે આ જનજાતિના લોકો મગરમચ્છ અને દરિયાઈ ઘોડાનો શિકાર કરીને પોતાનું ભોજન બનાવે છે. એટલું જ નહી, આ ગામના લોકો મોટી માત્રામાં મગરમચ્છ અને દરિયાઈ ઘોડાને સર્વશ્રેષ્ઠ ભોજન માને છે. હાલ બે ગામોમાં આ જનજાતિના લગભગ 300 લોકો વસે છે.
આધુનિક જીવનશૈલીથી દુર
આ જનજાતિના લોકો આજે પણ આધુનિક જીવનશૈલીથી ખુબ દુર છે, પરંતુ તેમ છતાં આ જનજાતિના લોકોને સૌથી નાની અને બહાદુર જનજાતિ મનાય છે. તુર્કાના સરોવરના કિનારે વસતા આ જનજાતિના લોકો દરવર્ષે લગભગ 1 લાખ મગરમચ્છ અને દરિયાઈ ઘોડાઓને મારીને ખાઈ જાય છે. સરકારે હવે મગરમચ્છ અને દરિયાઈ ઘોડાના શિકાર પર પ્રતિબંધ મુકતા આ જનજાતિના લોકોને માછલીઓ ખાવાની સલાહ આપી છે. જો કે હજુ પણ ક્યારેક-ક્યારેક તે આનો શિકાર કરે છે.
આગળની સ્લાઈડમાં જૂઓ એલ મોલો જનજાતિની કેટલીક અન્ય તસવીરો...