80 વર્ષ પછી લાઇબ્રેરીમાં સર્જાઈ એક અદભૂત ઘટના

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટે ભાગે લોકો લાઇબ્રેરીમાંથી લીધેલા પુસ્તકો સમયસર પાછા નથી આપી જતા, પણ 80 વર્ષો સુધી ? જી હાં, આયર્લેન્ડના એક પુસ્તકાલય 'નવન લાઇબ્રેરી'થી લીધેલું એક પુસ્તક 80 વર્ષો પછી પાછું આપવામાં આવ્યું છે. જોકે ભણવા-ગણવાનો શોખીન રહસ્યમય વ્યક્તિ, પોતે આ પુસ્તકને લાઇબ્રેરીમાં જમા કરાવવા જવાની હિમ્મત ના કરી શક્યો અને તેણે વર્ષ 1932માં પબ્લિસ્ડ થયેલા પુસ્તકને પાછલા સપ્તાહે ચુપ-ચાપ લાઇબ્રેરીમાં જઈ લેટરબૉક્સમાં સરકાવી દીધું. - એક સારા ઈસાઈ હોવાના નાતે અમે દંડની રકમ નહીં લઈએ - આ વાતની જાણકારી નથી કે આ પુસ્તક કોના નામે આપવામાં આવ્યું છે લાઇબ્રેરીના પ્રમુખ કિરોન મૈંગનનું કહેવું છે કે જો આ પુસ્તર ઉપર સમય પછી પાછા આપવાનો દંડની રકમનો હિષાબ કરવામાં આવે તો તે 4160 યૂરો (એટલે કે બે લાખ 90 હજાર રૂપિયાની આસપાસ) બેસે. પણ તેઓ આ વાતથી જ ખુશ છે કે ચલો પુસ્તક તો પાછું આવ્યું. મૈંગનનું કહેવું છે કે "એક સારા ઈસાઈ હોવાના નાતે અમે દંડની રકમ નહીં લઈએ, પણ એ વ્યક્તિ સામે આવીને એમ તો કબૂલે કે આ પુસ્તક તેને પરત કરી દીધી છે." લાઇબ્રેરીના રેકૉર્ડ્સમાં આ વાતની જાણકારી નથી કે આ પુસ્તક કોના નામે આપવામાં આવ્યું છે, કેમ કે ત્યાં માત્ર વર્ષ 1994પછીના કમ્પ્યૂટરાઇઝ્ડ રેકૉર્ડ્સ જ ઉપલબ્ધ છે. પરંતુ પુસ્તક પરત કરનારે આ કામ ખુબ જ સાચા સમયે કર્યું છે. વાસ્તવમાં આ પુસ્તકમાં ડબલિનમાં વર્ષ 19352માં યોજાયેલા એક ઈસાઈ ધાર્મિક સમ્મેલનની તસવીરો પ્રસ્તુત કરવામાં આવી છે. આવતા મહીને જ આ સમ્મેલન ફરીથી ડબલિનમાં યોજાવા જઈ રહ્યું છે. મેંગન કહે છે કે "અમે માનીયે છીએ કે પુસ્તકની સારી રીતે દેખરેખ રાખવામાં આવી છે, અને કદાચ પરિવારના અન્ય પુસ્તકોમાં તે ખોવાઈ ગયું હશે" હવે આ પુસ્તકને લાઇબ્રેરીમાં ખાસ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.