કાન્સમાં મામું બનાવી ગયો ગંગનમ સ્ટાઇલ ડાન્સ કિંગ Psyનો ડૂપ્લિકેટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગંગનમ ડાન્સ સ્ટાઇલના રિઅલ કિંગ પીએસવાય એ સમયે ચોંકી ગયા, જ્યારે તેમણે તેમના જ એક હમસકલ પીએસવાયને કાન્સ ફેસ્ટિવલમાં જોયો. ઉલ્લેખનિય છે કે આ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય અને વિદ્યાબાલન જેવી ભારતીય અભિનેત્રીઓ પણ હાજર રહી હતી.

આ ડૂપ્લિકેટ પીએસવાયએ કાન્સ ફેસ્ટિવલમાં રિઅલ પીએસવાયનાં નામે ભારે મહેમાન નવાજી માણી. ડૂપ્લિકેટ પીએસવાયને કાન્સ ફેસ્ટિવલમાં જોઈને રિઅલ પિએસવાયે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું, 'Seems like there's another ME at Cannes say HI to him.'

પીએસવાયનાં નામે આ ડૂપ્લિકેટ લૂકલાઇકે Catlton હોટલના વીઆઈપી રૂમ અને માર્ટીનેઝ બીચ ઉપર મહેમાન નવાજી માણી. રસપ્રદ વાત તો એ છે કે આ ડૂપ્લિકેટ પીએસવાય જોડે તેના ત્રણ બૉડીગાર્ડ પણ હાજર હતા, જેથી કરીને તેની ઉપર કોઈને શક ન જાય.