ઓહો, દલાઈ લામાને ભારતમાં આ છે સૌથી વધુ પસંદ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતને પોતાનું બીજુ ઘર માની ચુકેલા તિબેટિયન ધર્મગુરૂ દલાઈ લામાના મનમાં પાછલા 53 વર્ષોથી દાળ-રોટલી માટે પ્રેમ જાગ્યો છે, અને તેઓ ધર્મનિરપેક્ષતાના ગુણોને ગ્રહણ કરી ચુક્યા છે. વર્ષ 1959માં ભારત આવ્યા બાદ તેઓએ જે સૌથી વધારે વસ્તુ શીખી, તે છે 'પાખંડી નહીં બનવાની કળા'. નોબેલ પુરસ્કાર વિજેતા વર્ષ 1951થી 1959 સુધી ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સક્રિય સભ્ય રહ્યા. તેમનામાં પાખંડની ભાવના એ દિવસે મૃત્યુ પામી જ્યારે તેઓ ભારત પહોંચ્યા. તેઓનું કહેવું છે કે ભારતના ધર્મ અને સંસ્કૃતિથી તેઓએ ખાસ્સું બધુ શિખ્યું છે. ઉત્તર ભારતના લોકોનું પ્રમુખ ભોજન દાળ-રોટલી તેમની પસંદ છે. તેઓએ ભારતની ધર્મનિરપેક્ષતાની ભારે પ્રશંસા કરી હતી અને ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સાર પણ જણવ્યો હતો.