તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેલ્લી ક્લિક બની મોતનો સામાન, આ રીતે ગયો આ લોકોનો જીવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: નાગપુરના વેના ડેમમાં સેલ્ફી લેતી વખતે 8 લોકોના મોત થયા. પોલીસનું કહેવું છે કે 11 લોકો નાવમાં બેસીને ડૈમ ફરવા નીકળ્યાં હતા. આ દરમિયાન કેટલાક યુવકો નાચતા-ગાતાં સેલ્ફી લઇ રહ્યાં હતા, જેનાથી બેલેન્સ બગડતા નાવડી પાણીમાં ગરકાવ થઈ ગઈ. જો કે સેલ્ફીના ચક્કરમાં જીવ જવાનો આ એકમાત્ર કિસ્સો નથી. દુનિયામાં આવી અનેક દુર્ઘટનાઓ બને છે જેમાં લોકોનો જીવ ગયો હોય. આજે અહીં આવા 7 કિસ્સાઓની વાત કરીશું.
 
સેલ્ફીના લીધે ગયો કપલનો જીવ
પોર્તુગલના કોબા ધ રોકા શહેર ટૂરિસ્ટ માટે ખાસ્સુ ફેમસ છે. અહીં ફરવા આવતાં લોકો સેલ્ફી પડાવ્યા વિના નથી રહી. થોડાં સમય પહેલા પોલેન્ડમાં રહેતુ એક કપલ અહીં ફરવા આવ્યું હતું.  બંને પોતાની મસ્તીમાં સેલ્ફી લેતાં હતા ત્યારે જ એમનો પગ લપસ્યો અને સીધા 100 મીટર ઉંડા ખાડામાં પડતાં એમનું મોત થયું. કહેવાય છે કે 2014માં આ ઘટના ઘટી ત્યારે એમના બંને બાળકો નજીકમાં હાજર હતા.
અન્ય સમાચારો પણ છે...