તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધધ...આ કપલ 200 દિવસથી મનાવે છે હનીમૂન, હજી 5 વર્ષ કરશે એન્જોય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: હનીમૂન એ બહુ દ સુખદ અનુભવ છે. લગ્નની તારીખ નક્કી થવાની સાથે જ કપલ હનીમૂન ડેસ્ટિનેશનનું ફાઇનલ ડિસ્કશન શરૂ કરી દે છે. જો કે મોટાભાગના લોકો કેટલા દિવસનું હનીમૂન પ્લાન કરતા હશે? તમે કેટલા દિવસ માનો છો? 10,15 કે વઘુમાં વધુ 20 દિવસ... બરાબરને, આમ તો એ ઇનફ પણ છે. જો કે કેટલાક લોકોનું હનીમૂન તો કેટલાય દિવસો સુધી ચાલે છે.
200 દિવસથી ઉજવે છે હનીમૂન
સામાન્ય રીતે લોકો 10-15 દિવસ હનીમૂન પર જાય છે પણ કેરોલિના અને બારટેક વુડનાઈક છેલ્લાં 200 દિવસથી હનીમૂન સેલિબ્રેટ કરી રહ્યાં છે. પોલેન્ડનું આ કપલ અત્યારસુધીમાં પનામા, કોલંબિયા, પેરૂ, બોલિવિયા, ચિલી, ઇક્વાડોર અને આર્જેન્ટિના સહિતના 40 દેશો ફરી ચૂક્યુ છે. હવે તેમનો પ્લાન સાઉથ અમેરિકા, ન્યૂઝિલેન્ડ અને એશિયા ફરવાનો છે. આ બંને હાલ તો સ્વદેશ પાછા જવાનું નથી જ વિચારતા અને તેમણે પોતાની આ ટ્રિપને નેવર એન્ડિંગ હનીમૂન નામ આપ્યું છે. આ કપલ સતત પોતાના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે અને ભરપૂર લાઈક્સ મેળવે છે.
ક્યાં થઇ હતી પહેલી મુલાકાત
આમની પહેલી મુલાકાત 2007માં થઈ હતી. થોડા મહિનાઓ સાથે વીતાવવા માટે બંનેએ સાથે ફરવાનું શરૂ કર્યું. તેમની પહેલી ટ્રિપ સ્વીડનની હતી. એ પછી બંને યૂરોપ ફર્યા. 2014માં બારટેકે ઇટલીમાં કેરોલિનાને પ્રપોઝ કર્યું અને એક વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા. 26 નવેમ્બર 2015 પછી બંનેએ ટ્રિપ શરૂ કરી જે હજી ચાલુ જ છે. કેરોલિના કહે છે કે નવેમ્બરમાં અમે ન્યુઝિલેન્ડ જવાના છીએ. ત્યાંથી ઓસ્ટ્રેલિયા અને પછી એશિયા જઈશું. અમે અમારા મિત્રો અને ફેમિલીને મિસ કરીએ છીએ પણ પાછા જવા નથી માગતા. અમે તો 2 કે 5 વર્ષ પછી જ ઘરે પાછા જવાના છીએ. કેરોલિના ફ્રિલાન્સ જર્નાલિસ્ટ છે અને બારટેક એક કોર્પોરેટ કંપનીમાં કામ કરે છે.
આગળની સ્લાઇડમાં જુઓ કપલના અન્ય ફોટોઝ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો