કોઈ પણ વસ્તું નકામી નથી હોતી, તસવીરોમાં What an idea sir ji

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈએ સાચું જ કહ્યું છે, કલ્પનાને કોઈ સીમાડા નથી હોતા. અહીં પ્રસ્તુત કરેલી તસવીરો જોયા પછી તમે પણ આ વાત સાથે સહમત થશો અને તમારો ચહેરો પણ ખીલી ઉઠશે. આ તસવીરોમાં તમને જોવા મળશે કે લોકો ક્યાં-ક્યાં અને કેવું-કેવું દિમાગ દોડાવે છે.

દુનિયાના આ ભેજાબાજ લોકો, તેમનાં દિમાગનો અસરકારક ઉપયોગ કરીને એવી-એવી વસ્તુઓ બનાવી લે છે, જે કોઈએ વિચારી પણ ન હોય. divyabhaskar.com , અજબ-ગજબની 'What an Idea sir ji' સીરીઝનાં ભાગ રૂપે આજે ફરી એક વખત અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ કેટલીક એવી તસવીરો, જેમાં મનુષ્યોનાં અન્યોને ઉપયોગી વિચારો અને કલ્પનાશક્તિ તમને જોવા મળશે.

આમાંથી મોટા ભાગનાં આવિષ્કારો, ભંગારમાંથી એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યાં હોય છે. ભંગારની મદદથી તેઓ પોતાનાં વિચારોને આકારોમાં પરિવર્તિત કરી દેતા હોય છે. ઉપરોક્ત તસવીરમાં જ જોઈલો, જનાબે મોબાઇલમાં ફિલ્મ જોવા માટે કેવો ગજબનો આઈડિયા લગાવ્યો છે. જૂનાં ખોખામાં મોબાઇલ ફિટ કરીને, કોઈનું પણ ડિસ્ટર્પન્સ ન થાય તેવું માઇન્ડ દોડાવ્યું છે.

આ આવિષ્કારોને જોઈ ક્યારેક હસવું પણ આવે છે અને ક્યારેક ઘણું બધું જાણવાં વિચારવા મળી જાય છે. આજે અમે તમારી સામે લઈને આવ્યાં છીએ, એવા જ કેટલાક અજીબોગરીબ આવિષ્કારો અને ભેજાબાજોનાં રમૂજી નુસખા.. (સ્રોતઃ વાચક Hiren Shah )