• Gujarati News
  • Chinese Man Kept Has Been Alive For Five Years With HOMEMADE Ventilator

આવું તો ચીનમાં જ શક્ય છે! ઘરમાં જ બનાવ્યું વેન્ટિલેટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંચ વર્ષ સુધી પુત્રને રાખ્યો ઘરમાં તૈયાર કરેલા વેન્ટિલેટર પર

ચીનના એક ગરીબ માતાપિતાએ લકવાનો શિકાર બનેલા પોતાના પુત્રીની જિંદગી બચાવવા માટે ઘરમાં જ વેન્ટિલેટર બનાવી લેવાનો જુગાર ખેલ્યો. વાંગ લેનકીન અને તેમના પતિ ફુ મિજોએ પાંચ વર્ષ સુધી પોતાના પુત્રને પાંચ વર્ષ સુધી તે લેન્ટિલેટરની મદદથી જીવતો રાખ્યો. તેમની કથા જ્યારે મીડિયામાં આવી ત્યારે બેઇજિંગની એક કંપનીએ પરિવારને એક આધુનિક વેન્ટિલેટર મશીન પૂરું પાડ્યું.

૨૦૦૬માં સર્જા‍યો હતો અકસ્માત

જેન ઝિયાંગ પ્રાંતના હુયાંગહાગ જિલ્લામાં રહેનારા ફુ જેપેંગ (૨૩) ૨૦૦૬માં એક સડક દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. ગરદનથી નીચે પૂરા શરીરમાં લકવો થઇ ગયો. ડાબા અંગે કામ કરવાનું બંધ કરી દીધું.

અનેક દિવસો સુધી માતાપિતાએ હોસ્પિટલમાં ઉપચાર કરાવ્યો. દેવું ખૂબ વધી ગયું તો પુત્રને ઘેર લઇ ગયા.

માતાપિતાએ ઘરમાં બનાવ્યું જીવનરક્ષક મશીન

પતિ -પત્નીએ એક બેગ વાલ્વ માસ્કની ખરીદી કરી. તેને હાથથી દબાવીને ફુને મેન્યુઅલી પ્રાણવાયુ પૂરો પડાતો હતો. પ્રત્યેક મિનિટે તેને ૧૮ વાર દબાવવામાં આવતું હતું. જો ત્રણ મિનિટનો વિલંબ થઇ જાય તો પણ જેપેંગના શ્વાસ અનિયમિત થઇ જતા હતા.થોડા સમય પછી બંનેએ મળીને ઇલેક્ટ્રોનિક મોટર અને પંપિંગ પોલની મદદથી પ્રાણવાયુ પહોંચાડવા તૈયારી કરી લીધી. વીજળી મોંઘી હોવાથી દિવસના ભાગે દર્દીને હાથથી પંમ્પિંગ કરીને પ્રાણવાયુ પૂરો પડાતો હતો.તેમની બે પુત્રીઓ આ કાર્યમાં તેમની મદદ કરતી હતી.