આ અનોખા રેસ્ટોરન્ટમાં બને છે સોલાર એનર્જીથી ભોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ચિલી સ્થિત રેસ્ટોરન્ટમાં સોલર ઓવન બતાવતી એક મહિલા)
સેન્ટીયાગોઃ દુનિયામાં અનેક એવા અજીબો ગરીબ રેસ્ટોરન્ટ છે, જે પોતાની બનાવટ અથવા કોઈ વિશેષ કારણોથી ચર્ચામાં રહે છે. આવું જ એક રેસ્ટોરન્ટ ચિલીના વેલાસેકામાં સ્થિત છે, જ્યાં સૌર ઉર્જાથી ભોજન પકાવવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકો તેના માટે ખાસ પ્રકારના સૌર ઉર્જા ઓવનનો ઉપયોગ કરે છે. આ રેસ્ટોરન્ટનું નામ સોલર-ડેસિસિયસ ડેલ સોલ છે.
ઉલ્લેખનીય છે કે આ રેસ્ટોરન્ટને ખોલવા માટે યુનાઈટેડ નેશન ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને અહીંના લોકોને 10 હજાર ડોલરની સહાય આપવાનું શરૂ કર્યુ હતુ. શરૂઆતમાં આ રેસ્ટોરન્ટમાં માત્ર બે ડઝન એટલે કે 24 લોકોનું જ ભોજન બની શકતું હતુ. પરંતુ હવે અહીં એકસાથે 124 લોકો ભોજન કરી શકે છે.
આ અનોખા રેસ્ટોરન્ટના ખુલવા પાછળની કહાની એકદમ દિલચસ્પ છે. ઉલ્લેખનીય છે કે વેલાસેકાના લોકો વૃક્ષોનું લાકડુ કાપીને ખાવાનું બનાવતા હતા, પરંતુ થોડા સમય બાદ લાકડું ખતમ થવા લાગ્યુ. એવામાં યુનિવર્સિટી ઓફ ચિલીએ ભોજન બનાવવા માટે 4 પરિવારનો ખાસ પ્રકારના ઓવન ટ્રાયલ પર આપ્યા. ટ્રાયલ સફળ થયા બાદ ગામલોકોએ પૈસા એકઠા કરીને એવા જ ઓવન ખરીદી લીધા, તો એકે તો સોલર ઉર્જા રેસ્ટોરન્ટ જ ખોલી નાંખ્યુ. આ નાના-નાના ઓવન લગભગ 180 ડિગ્રી સુધી તાપમાન ઉત્પન્ન કરે છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ આ રેસ્ટોરન્ટની કેટલીક અન્ય તસવીરો...